71મી મિસ વર્લ્ડ 2023 સ્પર્ધા માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી

71મી મિસ વર્લ્ડ 2023 સ્પર્ધા માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી

  • મિસ વર્લ્ડ 2023 સ્પર્ધા માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી થતાં ભારતમાં 27 વર્ષ પછી એટલે કે 1996 પછી 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાશે. સૌંદર્ય સ્પર્ધા આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે. આ વખતે ઉત્તર પ્રદેશ આકર્ષણનું કેન્દ્ર રહેશે, વારાણસી તથા આગ્રામાં અનેક સ્થળો પર રેમ્પનું આયોજન કરવામાં આવશે. 71મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં 130 દેશની સ્પર્ધા દરમિયાન એક મહિનાની સફરમાં ‘અતુલ્ય ભારત’ની સિદ્ધિઓનું પ્રદર્શન કરાશે.
  • રીટા ફારિયા પ્રથમ ભારતીય હતી, જેણે વર્ષ 1966માં આ સ્પર્ધા જીતી હતી. ભારતે કુલ છ વખત આ સ્પર્ધા જીતી છે. રીટા ફારિયા પછી વર્ષ 1994માં આજની જાણીતી બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને મિસ વર્લ્ડનો તાજ પહેર્યો હતો. તેમના પછી 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખીએ અને 2000માં પ્રિયંકા ચોપરાએ આ પ્રતિષ્ઠિત તાજ જીત્યો હતો. માનુષી છિલ્લર આ ખિતાબ જીતનારી છેલ્લી ભારતીય છે. તે વર્ષ 2017માં મિસ વર્લ્ડ બની હતી.

Leave a Comment

Share this post