મહિલા હોકી જુનિયર એશિયા કપ – 2023

મહિલા હોકી જુનિયર એશિયા કપ – 2023

  • ભારતની જુનિયર મહિલા હોકી ટીમે પ્રથમ વખત મહિલા જુનિયર હોકી એશિયા કપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ચાર વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 2-1થી હરાવ્યું હતું. હોકી ઈન્ડિયાએ ખિતાબ વિજેતા ટીમના દરેક ખેલાડીને રૂ. 2 લાખના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી, જ્યારે સહાયક સ્ટાફના દરેક સભ્યને રૂ. 1 લાખ રૂપિયા મળશે. ભારત ટુર્નામેન્ટમાં અજેય રહ્યું હતું અને આ વર્ષે ચિલીમાં યોજાનાર મહિલા જુનિયર વર્લ્ડ કપ 2023માં પણ જગ્યા બનાવી હતી.
  • મહિલા જૂનિયર એશિયા કપની આ ટુર્નામેન્ટની આ 8મી સિઝન હતી. તે 3 થી 11 જૂન 2023 દરમિયાન જાપાનના કાકામિગહારામાં યોજાઈ હતી. આ ટુર્નામેન્ટને જીતનાર ભારત ત્રીજો દેશ બન્યું છે. સાઉથ કોરિયાની ટીમ સૌથી વધુ 4 વાર આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. જ્યારે ચીન 3 વાર ફાઈનલ મેચમાં જીત્યું છે. વર્ષ 2021માં કોરોનાને કારણે આ ટુર્નામેન્ટ યોજાઈ શકી ન હતી.

Leave a Comment

TOPICS : ,

Share this post