એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલમાં પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે

એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલમાં પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે

  • એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ જાહેરાત કરી હતી કે 2023 એશિયા કપ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન હાઇબ્રિડ મોડલમાં પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ આ છ ટીમો ભાગ લેશે –  ટૂર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે. આ સિવાય બાકીની નવ મેચનું આયોજન શ્રીલંકામાં થશે.
  • આ વર્ષે એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. નોંધનીય છે કે આ વર્ષે વનડે વિશ્વકપ પણ રમાવાનો છે. તેને ધ્યાનમાં રાખી એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપનું આયોજન 50 ઓવરના ફોર્મેટમાં કરવાનો નિર્ણય લીધો છે. 2023 એશિયા કપ એશિયા કપની 16મી આવૃત્તિ હશે, એશિયા કપનું આયોજન હાઇબ્રિડ મોડલમાં પ્રથમવાર કરવામાં આવી રહ્યું છે.

એશિયા કપ

  • એશિયન ક્રિકેટ કાઉન્સિલ એશિયા કપ એ પુરુષોની એક દિવસીય આંતરરાષ્ટ્રીય (50 ઓવર) અને 20-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (20 ઓવર) ટૂર્નામેન્ટ છે. તેની સ્થાપના 1983 માં કરવામાં આવી હતી, જ્યારે એશિયન દેશો વચ્ચે સદ્ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી.પ્રથમ એશિયા કપ 1984માં સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં યોજાયો હતો.
  • 2015 માં એશિયન ક્રિકેટ કાઉન્સિલનું કદ ઘટાડ્યા પછી, ICC દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 2016 થી એશિયા કપની ઈવેન્ટ્સ આગામી વર્લ્ડ ઈવેન્ટ્સના ફોર્મેટના આધારે વન-ડે ઈન્ટરનેશનલ અને 20-20 ઈન્ટરનેશનલ ફોર્મેટ વચ્ચે રોટેશનના આધારે રમાશે.

Leave a Comment

Share this post