Micron ગુજરાતમાં સ્થપાશે સેમીકંડક્ટર પ્લાન્ટ

Micron ગુજરાતમાં સ્થપાશે સેમીકંડક્ટર પ્લાન્ટ

  • અમેરિકન ચિપ મેકર કંપની માઈક્રોન (Micron) ભારતમાં તેનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્લાન્ટ માટે કંપની બે તબક્કામાં લગભગ $825 મિલિયનનું એટલે કે રૂ. 6,700 કરોડ રોકાણ કરશે. ભારતમાં તેનો પહેલો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ 2024ના અંત સુધીમાં કાર્યરત થઈ જશે. આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાતમાં 5000 લોકોને સીધી રોજગારી મળશે. ગુજરાતમાં એક નવો સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટ સ્થપાશે. કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકારની મદદથી પ્લાન્ટમાં કુલ રોકાણ $75 બિલિયન આશરે રૂ. 22,540 કરોડ થશે.
  • માઈક્રોનના પ્લાન્ટને સરકારની મોડિફાઈડ એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. યોજના હેઠળ, માઈક્રોનને કેન્દ્ર સરકાર તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 50% નાણાકીય સહાય અને ગુજરાત રાજ્ય તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 20% પ્રોત્સાહન નાણાકીય સહાય મળશે.

Leave a Comment

Share this post