ભારતીય સેનાએ બ્રિગેડિયર રેન્ક અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે સામાન્ય યુનિફોર્મનું અનાવરણ કર્યું

ભારતીય સેનાએ બ્રિગેડિયર રેન્ક અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે સામાન્ય યુનિફોર્મનું અનાવરણ કર્યું

  • ભારતીય સેનાએ અધિકારીની પિતૃ કેડર અને નિમણૂકને ધ્યાનમાં લીધા વિના, મેજર જનરલ, લેફ્ટનન્ટ-જનરલ અને જનરલ જેવા બ્રિગેડિયર અને તેનાથી ઉપરના હોદ્દા માટે એક સામાન્ય યુનિફોર્મ લાગુ કર્યો છે. સમગ્ર ભારતીય સેનામાં એકરૂપતા જાળવવા માટે આ પગલું લાગુ કરવામાં આવ્યું છે. કર્નલ અને તે રેન્કથી નીચેના અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

બ્રિગેડિયર અને તેનાથી ઉપરના હોદ્દા માટે એક જ યુનિફોર્મ

  • આ નિર્ણય બાદ ફ્લેગ રેન્કના વરિષ્ઠ અધિકારીઓ (બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના)ના હેડગિયર, સૈનિક રેન્કનો બેજ, બેલ્ટ અને શૂઝ સમાન રહેશે. આ ફેરફારો 1 ઓગસ્ટથી લાગુ કરવામાં કરવામાં આવ્યા છે. ભારતીય સેનાના રેજીમેન્ટમાં પ્રથમ વખત આ ફેરફાર કરાયો છે જેના કારણે સેનાની એક સંગઠિત છબી ઉપસ્થિત થશે. મોટા ભાગના ફિલ્ડ ડયુટીમાં એક સાથે કામ કરતા હોવાથી એક સમાનતા જળવાઇ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.

Leave a Comment

TOPICS : ,

Share this post