પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા “સ્ટેટસ ઑફ ટાઈગર્સઃકોપ્રેડેટર્સ એન્ડ પ્રે ઇન ઈન્ડિયા 2022” અહેવાલની રજૂઆત

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા “સ્ટેટસ ઑફ ટાઈગર્સઃ કોપ્રેડેટર્સ એન્ડ પ્રે ઇન ઈન્ડિયા 2022” અહેવાલની રજૂઆત

  • ઉત્તરાખંડમાં કોર્બેટ ટાઈગર રિઝર્વ ખાતે વૈશ્વિક વાઘ દિવસના ભાગ રૂપે તાજેતરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે દ્વારા “સ્ટેટસ ઑફ ટાઈગર્સઃ કોપ્રેડેટર્સ & પ્રે ઇન ઈન્ડિયા 2022” (Status of Tigers: Co ­Predators & Prey in India 2022) શીર્ષક હેઠળ અખિલ ભારતીય વાઘ અંદાજ – 2022નો વિગતવાર અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો.
  • રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળના અહેવાલ મુજબ, ભારતમાં વાઘની વસતી વાર્ષિક 6.1% ના વાર્ષિક વૃદ્ધિ દર સાથે 3,925 હોવાનો અંદાજ છે. વર્તમાનમાં ભારતમાં વિશ્વના કુલ વાઘની વસતીના લગભગ 75% જેટલી વાઘની વસતી જોવા મળે છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા ડેટાના વધુ વિશ્લેષણ મુજબ, કેમેરાટ્રેપ્ડ અને નોન-કેમેરાટ્રેપ્ડ (કેમેરામાં દેખાયેલા અને ન દેખાયેલા) વાઘની હાજરી બંને વિસ્તારોમાંથી, વાઘની વસતીની ઉપલી મર્યાદા 3925 હોવાનો અંદાજ છે અને સરેરાશ વાઘની સંખ્યા 3682 જેટલી છે.

સ્ટેટસ ઑફ ટાઈગર્સઃ કોપ્રેડેટર્સ & પ્રે ઇન ઈન્ડિયા 2022 અહેવાલ સંબંધિત મહત્વની બાબતો :

  • વર્તમાનમાં, ભારતમાં વાઘની 3/4 થી વધુ વસતી સંરક્ષિત વિસ્તારોમાં કેન્દ્રિત છે. મધ્યપ્રદેશ રાજ્યમાં 785 વાઘ સાથે સૌથી વધુ વાઘની વસ્તી છે, ત્યારબાદ કર્ણાટક રાજ્યમાં 563 તેમજ ઉત્તરાખંડ રાજ્યમાં 560 અને મહારાષ્ટ્ર રાજ્યમાં 444 વાઘ છે. આ અહેવાલ મુજબ લગભગ 1/4 વાઘ સંરક્ષિત વિસ્તારોની બહાર છે. ભારતમાં વાઘ મોટાભાગે 75,796 ચોરસ કિમીમાં ફેલાયેલા 53 સમર્પિત વાઘ અનામતમાં કેન્દ્રિત છે, જે ભારતની કુલ જમીન વિસ્તારનો 2.3% જેટલો વિસ્તાર છે.
  • વાઘ સંરક્ષણ કેન્દ્રમાં સૌથી વધુ વાઘની વસતી કોર્બેટ (260), ત્યારબાદ બાંદીપુર (150), નાગરહોલ (141), બાંધવગઢ (135), દુધવા (135), મુદુમલાઈ (114), કાન્હા (105), કાઝીરંગા (104), સુંદરવન (100), તાડોબા (97), સત્યમંગલમ (85), અને પેંચ (77) વાઘ સંરક્ષણ કેન્દ્રોમાં છે. મધ્ય ભારત અને શિવાલિક ટેકરીઓ તેમજ ગંગાના મેદાનોમાં ખાસ કરીને મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રના રાજ્યોમાં વાઘની વસતીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પશ્ચિમ ઘાટ જેવા અમુક પ્રદેશોએ સ્થાનિકીકરણમાં ઘટાડો અનુભવ્યો હતો અને ત્યાં લક્ષિત દેખરેખ અને સંરક્ષણ પ્રયાસોની પણ જરૂર પડી હતી. મિઝોરમ, નાગાલેન્ડ, ઝારખંડ, ગોવા, છત્તીસગઢ અને અરુણાચલ પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં વાઘની ન્યુનત્તમ વસતી જોવા મળી છે.

Leave a Comment

Share this post