GTUના પ્રથમ મહિલા કુલપતિ, ડૉ. રાજુલ ગજ્જર

GTUના પ્રથમ મહિલા કુલપતિ, ડૉ. રાજુલ ગજ્જર

  • ગુજરાત યુનિવર્સિટી બાદ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં પણ પ્રથમ મહિલા કુલપતિ તરીકે ડો.રાજુલ ગજ્જરની નિમણૂક કરવામાં આવી છે. ડો.રાજુલ ગજ્જર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજનાં પ્રિન્સિપાલ છે, તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજનાં પ્રિન્સિપાલ રહી ચૂક્યાં છે. અગાઉ 1 જૂન 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી GTUના ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યાં છે.
  • આઠમા કુલપતિ પદે ફરી એકવાર રેગ્યુલર કુલપતિ તરીકે રાજુલ ગજ્જરની પસંદગી કરવામાં આવી છે. આ પહેલા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી હતી. GTUની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી 7 કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. GTUમાં અત્યાર સુધી 7માંથી 5 કુલપતિ ઇન્ચાર્જ કુલપતિ તરીકે જ હતા. પ્રથમ કુલપતિ તરીકે 31 ડિસેમ્બર 2007માં એબી પંચાલ ની નિમણૂક કરાઈ હતી.

Leave a Comment

Share this post