લોકસભામાં દિલ્લી સરકાર સંસોધન વિધેયક-2023 પાસ

લોકસભામાં દિલ્લી સરકાર સંસોધન વિધેયક-2023 પાસ

  • લોકસભામાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્લી સરકાર સંશોધન વિધેયક, 2023 પસાર થયું છે. આ બિલ ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી એક્ટ, 1991માં સુધારો કરવા માંગે છે. આ બિલ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યો, કાર્યકાળ અને સેવાની અન્ય શરતો માટે નિયમો બનાવવાની સત્તા આપે છે. આ બિલમાં નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટીના બંધારણની પણ જોગવાઈ છે.
  • ઓથોરિટીમાં દિલ્હીના મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્ય સચિવ અને દિલ્હીના મુખ્ય ગૃહ સચિવનો સમાવેશ થશે.આ ઓથોરિટી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને અધિકારીઓની બદલી, પોસ્ટિંગ અને અનુશાસનાત્મક કાર્યવાહી અંગે ભલામણો કરશે.
  • કેન્દ્ર સરકાર આ વર્ષે મે મહિનામાં આ અંગે વટહુકમ લાવી હતી.

Leave a Comment

TOPICS : ,

Share this post