ફાઇલેરિયા રોગના નિયંત્રણ માટે રાષ્ટ્રવ્યાપી ઔષધ અભિયાનના બીજા તબક્કાનો આરંભ

ફાઇલેરિયા રોગના નિયંત્રણ માટે રાષ્ટ્રવ્યાપી ઔષધ અભિયાનના બીજા તબક્કાનો આરંભ

  • કેન્દ્ર સરકારે મચ્છરના કારણે થતાં ફાઇલેરિયા રોગના નિયંત્રણ માટે રાષ્ટ્રવ્યાપી ઔષધ અભિયાનના બીજા તબક્કાનો આરંભ કર્યો છે.
  • Mass Drug Administration (MDA) initiative for Lymphatic Filariasis
  • આ અભિયાન નવ રાજ્યો આસામ, બિહાર, છત્તીસગઢ,ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા અને ઉત્તરપ્રદેશના 81 જીલ્લામાં હાથ ધરાશે. કેન્દ્ર સરકારે રોગ નિયંત્રણની કામગીરી મિશન મોડમાં હાથ ધરીને નિર્ધારિત વર્ષ કરતાં ત્રણ વર્ષ પહેલા 2027મા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ઘારિત કર્યો છે. “જન ભાગીદારી અને ‘સમગ્ર સરકાર’ અને ‘સમગ્ર સમાજ’ અભિગમ

લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ

  • હાથીપગાને આપણે “ફાઇલેરિયા” નામે પણ ઓળખીએ છીએ. હાથીપગો એ શરીરમાં રહેલી લસિકાગ્રંથિઓમાં ફાઇલેરિયાના કૃમિ (પરોપજીવી)નો ચેપ લાગવાને કારણે થાય છે.
  • તનુસૂત્રિકા કૃમિ(filarial worm)ના ચેપને કારણે પગ કે શરીરનો કોઈ ભાગ હાથીના પગ જેવો સૂજી જવો (હાથીપગો) તથા તેને કારણે લોહીના ઇઓસિનરાગી શ્વેતકોષો(eosinophils)ની સંખ્યામાં વધારો જેવા વિકારો થવા તે. શરીરની પેશીમાં પ્રવાહી ભરાય અને તંતુમયતા (fibrosis) વિકસે ત્યારે હાથીપગનો સોજો આવે છે.
  • જો શુક્રપિંડ(વૃષણ, testiss)ના આવરણમાં પ્રવાહી ભરાય તો તેને સજલકોષ્ઠ (hydrocoele) કહે છે.
  • આ રોગ માદા મચ્છરના કરડવાથી ફેલાય છે. લસિકાગ્રંથિમાં પુખ્ત માદા કૃમિ સૂક્ષ્મ કદના અનેક લાર્વા છોડે છે. જે લોહીના પ્રવાહમાં ભળે છે. જેને હાથીપગાના સૂક્ષ્મ જંતુઓ (માઇકોફિલેરી) કહે છે. વ્યક્તિને મચ્છર કરડે ત્યારે તેના ડંખમાથી તે લાર્વા અન્ય વ્યક્તિના શરીરમાં પ્રસરે છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post