રાહુલ નવીનને EDના ઈન્ચાર્જ ડિરેક્ટર બનાવવામાં આવ્યા

રાહુલ નવીનને EDના ઈન્ચાર્જ ડિરેક્ટર બનાવવામાં આવ્યા

  • EDમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા IRS ઓફિસર રાહુલ નવીનને EDના ઈન્ચાર્જ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા નિયામકની ઔપચારિક નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ નિયામકની જવાબદારીઓ નિભાવશે.
  • હાલના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 15 સપ્ટેમ્બર 2023ના રોજ પૂરો થયો છે. EDના પૂર્વ ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાએ 2018માં ED ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સંજય કુમાર મિશ્રાએ લગભગ 4 વર્ષ અને 10 મહિના સુધી ED ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને વધારવા માટે CVC એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો.
  • ગયા જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે સંજય કુમાર મિશ્રાના ત્રીજા એક્સટેન્શનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. જે તારીખ 18 નવેમ્બર 2023 સુધી નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, કેન્દ્ર સરકારે ત્યારબાદ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તેમને 15 ઓક્ટોબર સુધી પદ પર રહેવાની મંજૂરી આપવામાં આવે. જેના પર કોર્ટે તેમને 15 સપ્ટેમ્બર સુધી પદ પર રહેવાની મંજૂરી આપી હતી.

Leave a Comment

Share this post