દેશભરના 100 જિલ્લામાં 100 ફૂડ સ્ટ્રીટ શરૂ કરવામાં આવશે

દેશભરના 100 જિલ્લામાં 100 ફૂડ સ્ટ્રીટ શરૂ કરવામાં આવશે

  • આરોગ્ય મંત્રાલયે સ્વચ્છ અને સલામત ખાદ્ય પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે દેશભરના 100 જિલ્લામાં 100 ફૂડ સ્ટ્રીટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં ગુજરાતમાં 4 ફૂડ સ્ટ્રીટ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલયના સહયોગમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ બાબતે પત્ર લખ્યો છે. સરકારે દેશના અન્ય ભાગોમાં સુરક્ષિત અને આરોગ્યપ્રદ ખાણી-પીણી નિશ્ચિત કરવા પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ યોજના તૈયાર કરી છે.
  • પ્રોજેક્ટનો હેતુ ફૂડ બિઝનેસ અને કમ્યુનિટી મેમ્બર્સમાં સુરક્ષિત અને આરોગ્યપ્રદ ખાદ્ય સંબંધી બાબતોને પ્રોત્સાહિત કરવાનો છે. જેથી બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીને કારણે થતી માંદગી ઘટાડી શકાય અને એકંદરે આરોગ્યમાં સુધારો કરી શકાય. આ અનોખી પહેલ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) દ્વારા આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે નજીકના સંકલનમાં અને FSSAI ની તકનીકી સહાયથી અમલમાં મૂકવામાં આવશે.
  • આ પહેલ માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ગંભીર ખામીઓને દૂર કરવા માટે ફૂડ સ્ટ્રીટ/જિલ્લા દીઠ રૂ. 1 કરોડની નાણાકીય સહાય આપવામાં આવશે. દેશભરના 100 જિલ્લામાં આવી 100 ફૂડ સ્ટ્રીટ ખોલવામાં આવશે . નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ 60:40 અથવા 90:10 ના ગુણોત્તરમાં આ શરત સાથે સહાય પૂરી પાડવામાં આવશે કે આ ફૂડ સ્ટ્રીટ્સનું પ્રમાણભૂત બ્રાન્ડિંગ FSSAI માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન તે ભારત સરકાર દ્વારા 2013 માં રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન અને રાષ્ટ્રીય શહેરી આરોગ્ય મિશનને ભેગું કરીને શરૂ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Share this post