દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા ગ્વાલિયર પહોંચ્યા

દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા ગ્વાલિયર પહોંચ્યા

 • દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 12 ચિત્તા ભારત પહોંચ્યા છે. ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર કાર્ગો એરક્રાફ્ટ આ ચિત્તાઓને લઈને ગ્વાલિયર એરપોર્ટ પર ઉતર્યું છે. અહીંથી આ ચિત્તાઓને હેલિકોપ્ટર દ્વારા કુનો લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને થોડા દિવસો માટે એક નાનકડા વાડમાં રાખવામાં આવશે અને પછી અહીંના વાતાવરણમાં અનુકૂળ થયા બાદ તેમને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે.
 • દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવી રહેલા આ ચિત્તાઓમાં સાત નર અને પાંચ માદા ચિત્તાનો સમાવેશ થાય છે. અગાઉ સપ્ટેમ્બર,2022માં નામીબિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા. આઠ ચિત્તાઓમાંથી પાંચ માદા અને ત્રણ નર ચિત્તા છે.આ ચિત્તાઓને 17,સપ્ટેમ્બરે કુનો નેશનલ પાર્કમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે છોડ્યા હતા. આવી સ્થિતિમાં 12 નવા ચિત્તાના આગમન બાદ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની વસ્તી વધીને 20 થઈ જશે.

ચિત્તો (Hunting leopard)

 • માંસાહારી (Carnivora) શ્રેણી અને બિડાલ (Felidae) કુળનું શિકારી સસ્તન પ્રાણી
 • ચિત્તો મુખ્યત્વે ઘાસિયાં મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે
 • તેનું વૈજ્ઞાનિક નામ એસિનૉનિક્સ જુબેટસ (Acynonix jubatus) છે.
 • ચિત્તો શબ્દ મુળ સંસ્કૃત શબ્દ “ચિત્રક્યઃ” (રંગબેરંગી શરીર) પરથી આવેલ છે.
 • જમીન ઉપરનાં સસ્તન પ્રાણીઓમાં તે સૌથી ઝડપથી દોડનારું શિકારી પ્રાણી છે.
 • તેની દોડવાની ઝડપ કલાકે 110 કિમી. જેટલી નોંધાઈ છે
 • છત્તીસગઢ કોરિયા જિલ્લાના સાલ જંગલોમાં 1948માં દેશનો છેલ્લો સ્પોટેડ ચિત્તો મૃત્યુ પામ્યો હતો
 • ચિત્તાને 1952માં ભારતમાંથી લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો
 • આજના છત્તીસગઢના નાના રજવાડાના શાસક મહારાજા રામાનુજ પ્રતાપ સિંહે ભારતના છેલ્લા 3 જીવિત ચિત્તાઓને ઠાર કર્યા હતા.
 • ભારતમાં ચિત્તાનો પરિચય પ્રોજેક્ટ ચિતા હેઠળ કરવામાં આવી રહ્યો છે, જે વિશ્વનો પ્રથમ આંતર-ખંડીય વિશાળ જંગલી માંસાહારી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે.
 • ચિત્તા ભારતમાં ખુલ્લા જંગલો અને ઘાસના મેદાનોની ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે.
 • આનાથી જૈવવિવિધતાનું સંરક્ષણ કરવામાં અને જળ સુરક્ષા, કાર્બન સિક્વેસ્ટેશન અને માટીના ભેજ સંરક્ષણ જેવી ઇકોસિસ્ટમ સેવાઓને વધારવામાં મદદ મળશે.

Leave a Comment

TOPICS : ,

Share this post