મણિપુરમાં 122 ફૂટ ઊંચી પોલો પ્લેયરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

મણિપુરમાં 122 ફૂટ ઊંચી પોલો પ્લેયરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

  • તાજેતરમાં ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા મણિપુરના ઇમ્ફાલ ખાતે મણિપુર પોની(મણિપુરના સ્વદેશી ઘોડાની એક જાત) પર સવારી કરતા પોલો પ્લેયરની 122-ફૂટ-ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
  • આધુનિક પોલો મણિપુરની સ્વદેશી રમત સગોલ કાંગજેઈમાંથી ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે જેમાં ખેલાડીઓ મણિપુર પોની પર સવારી કરે છે.
  • ઘણા વર્ષોથી માર્જિંગ પોલો કોમ્પ્લેક્સ મણિપુર પોની જાતિના સંરક્ષણ માટે કામ કરી રહ્યું છે. મણિપુર પોની આ પ્રદેશની સ્વદેશી ઘોડાની એક જાત છે અને મણિપુરી સમાજ માટે નોંધપાત્ર સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.
  • મણિપુર પોનીની ઘટતી સંખ્યા ચિંતાનું કારણ છે. 17મી પશુધન વસ્તી ગણતરીમાં 1,898 મણિપુર પોની નોંધાયા હતા જયારે 19મી પશુધન વસ્તી ગણતરીમાં આ સંખ્યા ઘટીને 1,101 થઈ ગઈ.

Leave a Comment

TOPICS : , ,

Share this post