અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવશે.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવશે.

  • રેલ્વે મંત્રાલયે ડિસેમ્બર 2022માં અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી હતી. સરકારે, રેલ્વે સ્ટેશનોના વિકાસ માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1275 રેલ્વે સ્ટેશનોની ઓળખ કરી છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનો આમાં સમાવેશ થશે.

અમૃત ભારત સ્ટેશન યોજના વિશે

  • આ યોજના લાંબા ગાળાના અભિગમ સાથે સ્ટેશનોના સતત વિકાસની કલ્પના કરે છે. જે અંતર્ગત વિશેષ  કાર્યયોજના બનાવવી અને સ્ટેશન પર મુસાફર માટેની સુવિધાઓ સુધારવા તેના તબક્કાવાર અમલીકરણનો સમાવેશ થાય છે. આ યોજનામાં વધુ સુવિધાયુક્ત ઇમારતો બનાવવાની, સ્ટેશનને શહેરની બંને બાજુઓ સાથે જોડવાની, દિવ્યાંગજનો માટે સુવિધાઓ અને લાંબા ગાળામાં સ્ટેશન પર સિટી સેન્ટર બનાવવાની પણ કલ્પના કરવામાં આવી છે
  • ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત ફ્રી વાઈ-ફાઈ, 5G મોબાઈલ ટાવર્સ માટે જગ્યા, પ્રવાસીઓ માટે પ્રવેશ કરવાનું સરળ બની રહે એ રીતે સ્ટેશન તરફ જતા રસ્તાઓને પહોળા બનાવાશે, નકામા બાંધકામો દૂર કરાશે, વ્યવસ્થિત સાઈનબોર્ડ મૂકાશે, અલગ ફૂટપાથ બનાવવામાં આવશે, આયોજનપૂર્વકના પાર્કિંગ એરિયા બનાવાશે, લાઈટિંગ વ્યવસ્થા સુધારવામાં આવશે. તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ પર્યાપ્ત રીતે ઊંચા બનાવાશે, લંબાઈ 600 મીટર હશે, દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ રખાશે તથા રૂફ ટોપ પ્લાઝા બનાવાશે અને  એસ્કેલેટર (ઈલેક્ટ્રિક સિડી) મૂકાશે.

Leave a Comment

Share this post