25મી જાન્યુઆરી 2023ના રોજ 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

25મી જાન્યુઆરી 2023ના રોજ 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

 • આ ઉજવણીનો પ્રારંભ 25 જાન્યુઆરી, 2011ના રોજ ભારતના મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાદેવી પાટિલે કરાવ્યો હતો.
 • ચૂંટણી પંચની સ્થાપનાના ઉપલક્ષ્યમાં દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થતી હોય છે.
 • આ વર્ષે  13મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો છે.
 • 2023માં મતદાર દિવસનું થીમ : ‘’મતદાન જેવું કંઈ નથી, હું ચોક્કસ મત આપું છું” (‘Nothing Like Voting, I Vote for Sure’‘)
 • ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં મુખ્ય અતિથિ હશે.
 • કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, શ્રી કિરેન રિજીજુ સન્માનના અતિથિ તરીકે સમારોહમાં હાજરી આપશે.
 • ભારતના ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવી હતી એટલે આ તારીખની ખાસ યાદ સ્વરૂપે તથા ભારતીય નાગરીકોમાં મતદાન પ્રત્યે જાગૃકતા ફેલાવવાના હેતુથી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દિવસનું નામ રાષ્ટ્રીય મતદાતા દિવસ
ઉજવણી તારીખ 25 જાન્યુઆરીના રોજ
ઉજવણીનો હેતુ(ઉદેશ્ય)  મતદાન પ્રત્યે જાગૃકતા ફેલાવવા માટે
ઉજવવાની શરૂઆત કયારે થઇ વર્ષ 2011 થી

ભારતીય ચૂંટણી પંચ વિશે

 • ભારતનું ચૂંટણી પંચ ભારતમાં કેન્દ્ર અને રાજ્યની ચૂંટણીઓનું સંચાલન કરે છે.
 • લોકસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્ય વિધાનસભાની ચૂંટણી તેની દેખરેખ હેઠળ યોજાય છે.
 • તેમાં હાલ એક મુખ્ય ચૂંટણી અધિકારી અને બે ચૂંટણી અધિકારી હોય છે.
 • મુખ્ય ચૂંટણી અધિકારી અને અન્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે.
 • મુખ્ય ચૂંટણી અધિકારીનો કાર્યકાળ 6 વર્ષ કે 65 વર્ષની આયુ હોય છે.
 • જ્યારે અન્ય ચૂંટણી અધિકારીઓનો કાર્યકાળ 6 વર્ષ કે 62 વર્ષની આયુનો હોય છે.
 • રચના : 25 જાન્યુઆરી, 1950
 • ઉલ્લેખ : બંધારણમાં ભાગ-15 (અનુચ્છેદ 324 થી 329 )
 • મુખ્યમથક : નવી દિલ્હી
 • પ્રથમ ચૂંટણી કમિશ્નર : સુકુમાર સેન
 • અત્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નર  : રાજીવ કુમાર(25માં નંબરના)
 • હાલમાં અન્ય બે ચૂંટણી કમિશ્નર : અનુપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલ
 • પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશ્નર  : શ્રીમતી વિ. એસ. રમાદેવી
 • પ્રથમ ચૂંટણી : 1951-52

Leave a Comment

Share this post