ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ(IMD)નો 148મો સ્થાપના દિવસ

ભારતીય હવામાન વિભાગ (IMD) નો 148મો સ્થાપના દિવસ 15 જાન્યુઆરી 2023ના રોજ નવી દિલ્હીમાં ઉજવવામાં આવ્યો હતો.

 • આ પ્રસંગે ડૉ. જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી કે આખા દેશને 2025 સુધીમાં ડોપ્લર વેધર રડાર નેટવર્ક દ્વારા આવરી લેવામાં આવશે જેથી ભારે હવામાનની ઘટનાઓની વધુ સચોટ આગાહી કરી શકાય.

India Meteorological Department (IMD):

 • મુખ્યાલય: નવી દિલ્હી
 • સ્થાપના : 15 જાન્યુઆરી 1875
 • ભારતીય હવામાન વિભાગનાં DG:  ડો. મૃત્યુંજય મોહપાત્રા
 • 1875 : શ્રી. એચ. એફ. બ્લેનફોર્ડ : પ્રથમ હવામાન રિપોર્ટર
 • IMDના પ્રથમ  Director General: સર જોન ઇલિયટ
 • IMDની સ્થાપનાથી દિલ્હી સુધી મુખ્યમથકનો ઇતિહાસ  : પહેલા કલકત્તા – પછી શિમલા – પછી પુણે – હવે સ્થાયી રીતે દિલ્હી

Indian National Centre for Ocean Information Services- INCOIS

 • સ્થાપના : 1999
 • ધેયસૂત્ર : आदित्यात् जायते वृष्टिः (`The Sun Gives Rainfall`)
 • મંત્રાલય : પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
 • પ્રાદેશિક કચેરીઓ ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, નાગપુર, ગુવાહાટી અને નવી દિલ્હી ખાતે છે.

Earth System Science Organization- ESSO

 • ભારતીય હવામાન વિભાગ છ આરએસએમસી પૈકીનું એક છે
 • દુનિયાભરમાં છ પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રો (આરએસએમસી) અને પાંચ પ્રાદેશિક ટ્રોપિલ સાયકલોન વોર્નિંગ સેન્ટર્સ (ટીસીડબલ્યુસી)ને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ અને સલાહ જાહેર કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે.

હવામાન કેન્દ્ર અમદાવાદ (Meteorological Centre Ahmedabad )

 • હવામાન કેન્દ્ર અમદાવાદની સ્થાપના ગુજરાત રાજ્યને ઝડપી અને બહેતર હવામાન સેવાઓ આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.
 • 18મી જાન્યુઆરી 1893ના રોજ મેટિરોલોજીકલ ઓબ્ઝર્વેટરી, અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી
 • હવામાન કેન્દ્ર, અમદાવાદની સ્થાપના ઓક્ટોબર 1974માં કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post