ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી – 2023 પુરસ્કારની 23મી આવૃત્તિ

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી – 2023 પુરસ્કારની 23મી આવૃત્તિ

  • ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી(IIFA) – 2023 પુરસ્કારની 23મી આવૃત્તિનું તાજેતરમાં અબુ ધાબી (સંયુક્ત આરબ અમીરાત)ના યાસ આઇલેન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર સમારંભમાં બોલિવુડ અભિનેતા ઋત્વિક રોશનને વિક્રમ વેધા ફિલ્મમાં તેના અભિનય માટે મુખ્ય ભૂમિકા પુરૂષમાં શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી આલિયા ભટ્ટને ગંગુબાઇ કાઠીયાવાડી ફિલ્મમાં તેના અભિનય માટે મુખ્ય ભૂમિકા મહિલા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
  • આ પુરસ્કાર ઇવેન્ટમાં પીઢ અભિનેતા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કમલ હાસનને ભારતીય સિનેમામાં આપેલ તેમના યોગદાન બદલ ઉત્કૃષ્ટ સિદ્ધિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ભારતીય અભિનેતા રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેનેલિયા ડિસોઝાને પણ પ્રાદેશિક સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે મનિષ મલ્હોત્રાને સિનેમામાં ફેશન માટે ઉત્કૃષ્ટ સિદ્ધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી – 2023 પુરસ્કાર ઇવેન્ટનું હોસ્ટિંગ ભારતીય બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને વિકી કૌશલ દ્વારા કરવામાં આવ્યું હતું.અભિનેતા અને નિર્માતા આર. માધવનને તેમની પ્રથમ દિગ્દર્શક ફિલ્મ ‘રેકેટરીઃ ધ નામ્બી ઇફેક્ટ’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અજય દેવગન અને તબ્બુ અભિનીત દૃશ્યમ – 2 ફિલ્મને શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ સંપાદન અને શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પુરસ્કારો

(a) શ્રેષ્ઠ પ્લેબેક ગાયક(મહિલા) – ‘રસિયા’ ગીત માટે શ્રેયા ઘોષાલ , (b) શ્રેષ્ઠ પ્લેબેક ગાયક(પુરૂષ) – કેસરિયા ગીત માટે અરિજિત સિંઘ, (c) શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – મૌની રોય, (d) શ્રેષ્ઠ સંગીત – પ્રિતમ ચક્રવર્તી, (e) શ્રેષ્ઠ ગીત – કેસરિયા માટે અમિતાભ ભટ્ટાચાર્ય

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી પુરસ્કાર

  • ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી પુરસ્કાર એ આઇફા એવોર્ડ તરીક પણ જાણીતો છે, જે બોલીવુડ માટે વાર્ષિક પુરસ્કાર સમારોહ છે. આ પુરસ્કારમાં વિજેતાઓ પ્રશંસકો દ્વારા નક્કી કરવામાં આવે છે, જેઓ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાંથી તેમના મનપસંદ કલાકોરોને ઓનલાઇન મત આપે છે તેમજ દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં સમારોહ યોજાય છે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી પુરસ્કારની શરૂઆત સૌપ્રથમ વખત વર્ષ 2000માં લંડન(યુનાઇટેડ કિંગડમ) ખાતે કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post