24 જાન્યુઆરી : આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (International Day of Education)

આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ  (International Day of Education) 2023

  • વૈશ્વિક શાંતિ અને ટકાઉ વિકાસ લાવવામાં શિક્ષણની ભૂમિકાની ઉજવણી કરવા માટે દર વર્ષે 24 જાન્યુઆરીએ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • વિકાસમાં શિક્ષણની ભૂમિકાની ઉજવણી કરવા માટે 3જી ડિસેમ્બર,2018ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા ઠરાવ મુજબ 24 જાન્યુઆરી,2019ના રોજ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
  • વર્ષ 2023 માં પાંચમો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24 જાન્યુઆરી,2023 ના રોજ “Invest in people and prioritize education” થીમ હેઠળ ઉજવવામાં આવ્યો.
  • આ ઉજવણીનું નેતૃત્વ યુએન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) કરે છે.
  • યુનેસ્કોના ડાયરેક્ટર-જનરલ ઓડ્રે અઝોલેએ 2023નો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી) અફઘાન છોકરીઓ અને મહિલાઓને સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે.
  • સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4 (SDG 4 અથવા ગ્લોબલ ગોલ 4) એ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિશે છે અને સપ્ટેમ્બર.2015 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત 17 ટકાઉ વિકાસ લક્ષ્યો(SDGs)માંનો એક છે.

વિશેષ

  • રાષ્ટ્રીય શિક્ષણ દિવસ : 11 નવેમ્બર
  • વિશ્વ શિક્ષક દિવસ : 5 ઓકટોબર
  • રાષ્ટ્રીય શિક્ષક દિવસ : 5 સપ્ટેમ્બર

Leave a Comment

Share this post