25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ (AIFSC)

25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ (AIFSC)

 • ગાંધીનગરની  નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી NFSU ખાતે ત્રિ-દિવસીય 25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ (AIFSC)નું NHRCના ચેરપર્સન જસ્ટિસ અરુણ કુમાર મિશ્રાએ ઉદ્ઘાટન કર્યું હતું.
 • સ્પેન, ઇઝરાયેલ, અમેરિકાના ફોરેન્સિક નિષ્ણાતો સહિત દેશ-વિદેશના 1200થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)

 • તે વર્તમાનમાં રાષ્ટ્રીય મહત્વની સંસ્થા છે.
 • નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, જે અગાઉની ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ ગુજરાત સરકારનું brain child છે.
 • તેની સ્થાપના ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, દ્વારા 2009 માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી, ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં વ્યાવસાયિક નિષ્ણાતો બનાવવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.
 • ભારત સરકારે વિદ્યાર્થી સમુદાયો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મૂળના વ્યાવસાયિકો માટે તેની સેવાઓને માન્યતા આપવા  ઓક્ટોબર 2020 માં કેન્દ્રીય યુનિવર્સિટી તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપ્યો છે.
 • તે ગૃહ મંત્રાલય (MHA) હેઠળ આવે છે
 • આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર 100 ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડું મથક ગાંધીનગર રહેશે.

વિશેષ

 • નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના પ્રો. ડૉ. પૂર્વી પોખરિયાલ, ઇન્ડિયન સોસાયટી ઑફ ક્રિમિનોલોજીના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા.
 • પ્રો. ડૉ.પોખરિયાલ ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિમીનોલોજીના છેલ્લા 52 વર્ષોના ઈતિહાસમાં સૌપ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે.
 • ઇન્ડિયન સોસાયટી ઑફ ક્રિમિનોલૉજીની સ્થાપના 1970 માં કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post