દેશનું બીજું CNG ટર્મિનલ

તાજેતરમાં ઉત્તર પ્રદેશ ખાતે આયોજિત CNG બોટ રેલીના સમાપન પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી (હરદીપ પુરી) દ્વારા ઉત્તરપ્રદેશમાં દેશનું બીજું CNG ટર્મિનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
 • નોંધીએ કે ગુજરાતના ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનાવવામાં આવનાર છે.
 • ગંગા નદીના કિનારે સ્થિત રવિદાસ ઘાટ ખાતે દેશનું બીજું CNG ટર્મિનલ બનાવાશે.
 • ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી જમીન સહિતની અન્ય ઔપચારિકતાઓ પૂરી થતાં જ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કામ શરૂ કરવામાં આવશે.

CNG વિશે

 • ક્રૂડ ઓઇલ કે કુદરતી તેલ ચીકણું કાળુ ઘટ્ટ પ્રવાહી છે. તેમાંથી કેરોસીન, ડિઝલ, અને પેટ્રોલ સહિત ઘણી બધી પેટ્રોલિયમ પેદાશો મળે છે. પરંતુ કુદરતી ગેસ એ હાઈડ્રોકાર્બન પ્રકારના વાયુ છે જેમાં કાર્બન અને હાઈડ્રોજનના અણુઓનું સંયોજન હોય છે. મીથેન, પેન્ટેન, હેકઝેન વગેરે હાઈડ્રોકાર્બન વાયુઓ છે. આ વાયુઓ ઇંધણ તરીકે વાપરી શકાય છે.
 • તેલના કૂવામાંથી કૂડ અને નેચરલ ગેસ એક સાથે મળી આવે છે. નેચરલ ગેસનું શુદ્ધિકરણ કરીને ઉપયોગમાં લેવાય છે. સીએનજી બળે ત્યારે પ્રદુષણ ઉત્પન્ન કરતું નથી એટલે તેને ‘ગ્રીન ફ્યુઅલ’ પણ કહે છે.
 • CNG નું પૂરું નામ Compressed Natural Gas થાય છે. તેના નામ પરથી જાણી શકાય છે કે તેને કંપ્રેસ કરીને બનાવવામાં આવે છે.
 • આ ગેસનો ઉપયોગ મોટાભાગે વાહનોના ઇંધણના રૂપમાં કરવામાં આવે છે. હાલમાં મોટાભાગના વાહનો પેટ્રોલ અથવા ડીઝલથી ચાલી રહ્યા છે જેના લીધે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે.
 • CNG ગેસથી ચાલતા વાહનો પ્રદૂષણ ફેલાવતા નથી અને પેટ્રોલ અથવા ડીઝલ કરતા વધારે સસ્તું પણ પડે છે.

CNG અને LPGમાં ફરક

 • CNGમાં પ્રાથમિક ઘટક તરીકે મિથેન હોય છે, જ્યારે LPGમાં પ્રાથમિક ઘટક તરીકે પ્રોપેન અને બ્યુટેન હોય છે.
 • LPG ઉચા તાપમાન પર પ્રવાહી અવસ્થામાં મળી આવે છે જ્યારે સામાન્યત: તાપમાન પર ગેસની અવસ્થામાં હોય છે. CNGને પ્રવાહી અવસ્થામાં લાવવા માટે ઝીરો ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછા તાપમાનની આવશ્યકતા હોય છે.
 • CNG એ LPGની સરખામણીમાં ઓછી માત્રામાં ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન કરે છે, જ્યારે LPG મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે ગ્રીનહાઉસ ગેસ છે.
 • LPGને ભારે દબાણ હેઠળ પ્રવાહીકૃત કરીને સિલિન્ડરમાં દબાણ હેઠળ ભરવામાં આવે છે, જ્યારે CNGને ઊંચા દબાણે કદ ઘટાડીને ઑટોમોબાઇલ એન્જિનમાં ભરવામાં આવે છે.
 •  બંને ગેસની અમુક વાતો સમાન છે, જેમ કે બંને ગેસની કિંમત અન્ય ઈંધણ પેટ્રોલ તથા ડીઝલથી ઓછી હોય છે.

Leave a Comment

Share this post