3-D પ્રિન્ટેડ હાઉસ

ભારતીય સેનાએ 28 ડિસેમ્બર, 2022ના રોજ અમદાવાદ કેન્ટ ખાતે સૈનિકો માટે તેના સૌપ્રથમ એવા 3-D પ્રિન્ટેડ હાઉસ ડ્વેલિંગ યુનિટ (ગ્રાઉન્ડ પ્લસ વન કન્ફિગરેશન સાથે)નું ઉદ્ઘાટન કર્યું. ઉલ્લેખનીય છે કે માત્ર 12 અઠવાડિયામાં જ 71 ચો.મી.ના આવાસ એકમને તૈયાર કરવામાં આવ્યું હતું.

  • આ મકાન MiCoB પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી મિલિટરી એન્‍જિનિયરિંગ સર્વિસિસ (MES) દ્વારા નવીનતમ 3-D રેપિડ કન્સટ્રકશન ટેકનોલોજીનો સમાવેશ સાથે બનાવવામાં આવ્યું છે. અમદાવાદ સ્થિત ભારતીય સેનાના ગોલ્ડન કટાર વિભાગે પણ આ મકાન તૈયાર કરવા માટે ટેકનિકલી સહયોગ આપ્યો હતો.
  • 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજી જટિલ સોફ્ટવેર અને રોબોટિક એકમોનો ઉપયોગ કરે છે, જે ડિજિટલ મોડલથી તબક્કાવાર આ માળખું બનાવવામાં મદદ કરે છે. આમાં, ખાસ તૈયાર કરેલી ડિઝાઇન મુજબ ખાસ પ્રકારના કોંક્રિટમાંથી લેયર-બાય-લેયર ધોરણે 3D સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે.
  • આ 3D પ્રિન્ટેડ મકાન આપત્તિ-પ્રતિરોધક છે અને ઝોન-3 ભૂકંપીય વિસ્તારોના નિયમો તેમજ ગ્રીન બિલ્ડિંગ ધોરણોનું પાલન કરે છે.
  • 3-D પ્રિન્ટેડ મકાનો સશત્ર દળોના કર્મચારીઓની વધતી રહેઠાણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આધુનિક સમયના ઝડપી બાંધકામના પ્રયાસોનું પ્રતીક છે.

Leave a Comment

Share this post