30મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન સંમેલન

30મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન સંમેલન

  • અમદાવાદના સાયન્સ સિટી ખાતે 27 જાન્યુઆરીથી 30મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન સંમેલન યોજાશે.
  • આજથી 31મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર બાળ વિજ્ઞાન સંમેલનમાં બાળ વૈજ્ઞાનિકો, શિક્ષકો, NACના સભ્યો, સરકારી અધિકારીઓ સહિત આશરે એક હજાર 400 જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે.
  • ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ અને ગુજરાત સાયન્સ સિટી પરિષદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાનું આ વિજ્ઞાન સંમેલન યોજાઈ રહ્યું છે.

GUJCOST

  • ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ)ની સ્થાપના સપ્ટેમ્બર, 1986માં કરવામાં આવી હતી.
  • ગુજરાત સાયન્સ સિટી એ અમદાવાદ, ગુજરાત, ભારતમાં સ્થિત વિજ્ઞાન શિક્ષણ અને મનોરંજન કેન્દ્ર છે.
  • 1999 માં, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ એક સ્વાયત્ત રજિસ્ટર્ડ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી.

108મા ભારતીય વિજ્ઞાન અધિવેશન

  • ભારતીય વિજ્ઞાન અધિવેશનનું પ્રથમ સત્ર 1914માં યોજાયું હતું. ISCનું 108મું વાર્ષિક સત્ર રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યું છે, જ્યાં આ વર્ષે તેમનો શતાબ્દી મહોત્સવ પણ ઉજવાઇ રહ્યો છે.
  • આ વર્ષની ISC ની ફોકલ થીમ “મહિલા સશક્તિકરણ સાથે સાતત્યપૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” રાખવામાં આવી છે.

Leave a Comment

Share this post