3D પ્રિન્ટેડ ધવન 2 એન્જિન

3D પ્રિન્ટેડ ધવન 2 એન્જિન

  • તેલંગાણાની ખાનગી અવકાશ કંપની Skyroot Aerospace એ તેના 3D પ્રિન્ટેડ ધવન 2 એન્જિનનું 200 સેકન્ડના સમયગાળા માટે પરીક્ષણ કર્યું. ‘ધવન-2’ નું પરીક્ષણ સ્વદેશી રીતે વિકસિત મોબાઈલ ક્રાયોજેનિક એન્જિન ટેસ્ટ પેડનો ઉપયોગ કરીને મહારાષ્ટ્રના નાગપુરમાં પ્રોપલ્શન ટેસ્ટ ફેસિલિટી ખાતે કરવામાં આવ્યું હતું.
  • કંપનીએ આ એન્જિન તેના ભારે વાહન વિક્રમ II માટે વિકસાવ્યુ હતું. ધવન-II એ 3.5 કિલો ન્યૂટન (kN) એન્જિન છે જેનું નામ ભારતના ટોચના રોકેટ વૈજ્ઞાનિક ડૉ. સતીશ ધવનના નામ પરથી રાખવામાં આવ્યું છે.
  • સ્કાયરૂટના પ્રથમ ખાનગી રીતે વિકસિત સંપૂર્ણ ક્રાયોજેનિક રોકેટ એન્જિન, ધવન-1નું નવેમ્બર 2021માં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ક્રાયોજેનિક રોકેટ એન્જિન

  • ક્રાયોજેનિક રોકેટ એન્જિન બે ઉચ્ચ-પ્રદર્શન ક્ષમતા ધારવતા રોકેટ ઇંધણનો ઉપયોગ કરે છે –  લિક્વિડ નેચરલ ગેસ (LNG) અને લિક્વિડ ઑક્સિજન (LoX), જેને સ્ટોરેજ અને ઑપરેશન માટે ક્રાયોજેનિક તાપમાન (-150° સેલ્સિયસથી નીચે)ની જરૂર પડે છે. LNGમાં 90 ટકા કરતાં વધુ મિથેન છે અને LoX એ ગ્રીન બર્નિંગ ઇંધણ છે જે પર્યાવરણને અનુકૂળ છે.

1 thought on “3D પ્રિન્ટેડ ધવન 2 એન્જિન”

  1. Hello thеre! This is kіnd of off topiⅽ but I need some guidance from an estaЬlished blog.
    Is it very difficult to set up your ⲟwn blog?
    I’m not very techincal but I can figure thingѕ out pretty qսick.
    I’m thіnking about making my own but I’m not sure where to start.
    Do you have any iⅾeas or suggestions? Cheers

    Reply

Leave a Comment

Share this post