સંરક્ષણ ક્ષમતાને વધારવા 5400 કરોડ રૂપિયાના કરાર

સંરક્ષણ ક્ષમતાને વધારવા 5400 કરોડ રૂપિયાના કરાર

  • દેશની સેનાની ક્ષમતા વધારવા માટે 5400 કરોડ રૂપિયાના ખર્ચે નવાં શસ્ત્રો અને ઉપકરણો ખરીદવા અંગેના 3 કોન્ટ્રાક્ટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL) અને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) સાથે કરવામાં આવ્યા છે.
  • ભારત ઈલેક્ટ્રોનિક્સ સાથેનો પહેલો કોન્ટ્રાક્ટ 1982 કરોડ રૂપિયાના ખર્ચે સેના માટે ‘પ્રોજેક્ટ આકાશતીર’ ઓટોમેટેડ એર ડિફેન્સ કંટ્રોલ સિસ્ટમનો છે. BEL સાથેનો બીજો કરાર ભારતીય નૌકાદળ માટે રૂ. 412 કરોડના એકંદર ખર્ચે BELની હૈદરાબાદ શાખાથી સંકળાયેલ એન્જિનિયરિંગ સપોર્ટ પેકેજ સાથે સારંગ ઈલેક્ટ્રોનિક સપોર્ટ મેઝર (ESM) સિસ્ટમના સંપાદન સાથે સંબંધિત છે.
  • ન્યૂ સ્પેસ ઈન્ડિયા સાથે કરાયેલાં પહેલા કોન્ટ્રાક્ટમાં ભારતીય સેના માટે 2963 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સંદેશાવ્યવહાર ઉપગ્રહ GSAT – 7Bની ખરીદીનો છે.

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)

  • ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ ભારત સરકારની માલિકીની એરોસ્પેસ અને ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ કંપની છે. તે મુખ્યત્વે ગ્રાઉન્ડ અને એરોસ્પેસ એપ્લિકેશન્સ માટે અદ્યતન ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે.
  • ભારત સરકાર દ્વારા તેને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે.
  • મુખ્ય મથક : બેંગલુરુ
  • સ્થાપના : 1954
  • અધ્યક્ષ અને એમડી : ભાનુ પ્રકાશ શ્રીવાસ્તવ

ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)

  • NSIL એ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ની વ્યાપારી શાખા છે જે ભારતીય ઉદ્યોગોને ઉચ્ચ તકનીકી અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવા સક્ષમ બનાવવા માટે મદદરૂપ થશે.
  • મુખ્ય મથક : બેંગલુરુ

Leave a Comment

TOPICS : , ,

Share this post