જેકપોટ……કાશ્મીરમાં અંદાજે 59 લાખ ટન લિથિયમનો જથ્થો મળ્યો

ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે દેશના ૧૧ રાજ્યોમાં લિથિયમ, સોનું સહિતના વિવિધ ખજાનાના ૫૧ બ્લોક શોધી કાઢ્યા છે. એની સોંપણી કેન્દ્ર સરકારને કરી છે.

 • કાશ્મીરમાંથી લિથિયમનો 59 લાખ ટનનો વિપુલ જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત અંદાજે ૩૩ લાખ કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ છે. કાશ્મીરના રેયાસી જિલ્લાના સલાલ-હાઇમાના વિસ્તારમાંથી આ જથ્થો મળ્યો છે.
 • કેન્દ્રીય ભૂવૈજ્ઞાનિક પ્રોગ્રામિંક બોર્ડની ૬૨મી બેઠક મળી હતી. એ દરમિયાન લિથિયમ, સોનું સહિતના ખનીજોના ૫૧ બ્લોકની સોંપણી કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી.
 • લિથિયમ અને સોના ઉપરાંત દેશમાં ૭૮૯૭ લાખ ટનનો કોલસો અને લિગ્નાઈટનો જથ્થો પણ મળી આવ્યો છે. વિવિધ કુદરતી ભંડારના ૧૭ અહેવાલો કેન્દ્ર સરકારને મળ્યા છે.
 • ૨૦૨૩-૨૪ના વર્ષમાં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેત્રણ ૧૨ સમુદ્રી ખનીજ સહિત કુલ ૩૧૮ ખનીજ પ્રોજેક્ટ ચલાવશે.
 • ભારત લિથિમ અને લિથિયમ આયન બેટરીનો વિશ્વનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. 2020-21માં ભારતે પોતાની જરૂરિયાતના 72.73 ટકા લિથિયમ આયન ચીનથી આયાત કર્યું હતું. આ પહેલા કર્ણાટકના મંડ્યા જિલ્લામાં પણ અંદાજે 16000 ટન લિથિયમનો ભંડાર મળ્યો હતો.

લિથિયમ ભંડાર મળવાથી ભારતને આ ફાયદા થશે

 • બેટરી માટે વિદેશો પર નિર્ભરતા ઘટશે
 • લાખો ડોલરનું વિદેશી હૂંડિયામણ બચશે.
 • બેટરી મેન્યુફેક્ચરિંગને વેગ મળશે. લિથિયમ રિફાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ થશે.
 • મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળશે.
 • સામાન્ય ગ્રાહકો માટે બેટરીના ભાવમાં 10થી 15 ટકાનો ઘટાડો થશે.
 • ઇલેક્ટ્રીક વાહનોના ભાવમાં ઘટાડો થશે
 • કાશ્મીરનો લિથિયમનો જથ્થો ભારતમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં જે પ્રયાસો થઈ રહ્યાં છે તેમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

દેશના આ વિસ્તારમાં લિથિયમનો ભંડાર

 • છત્તીગઢ: કોરબા જિલ્લાના કાટઘોડા, ગઢહાટરા
 • હિમાચલ: કિન્નૌરના નાકો ગ્રેનાઇટ વિસ્તાર
 • બિહાર: નવાદા, જમુઈ, પરમનિયા- તેતરિયા
 • રાજસ્થાન: સિરોહીના સિબાગાંવ વિસ્તાર

( સોર્સ – PIB, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર )

Leave a Comment

Share this post