ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની 8મી આવૃત્તિ

ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની 8મી આવૃત્તિ

  • 21થી 24 જાન્યુઆરી 2023 દરમિયાન ભોપાલ ખાતે 8માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ-2022નું આયોજન  થશે.
  • IISFની આ વર્ષની થીમ ‘વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતા સાથે અમૃત કાળ તરફ કૂચ’ છે.
  • આ ઉત્સવ એ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિજ્ઞાન ભારતીના સહયોગથી આયોજિત એક કાર્યક્રમ છે, જે દેશના જાણીતા વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળ સ્વદેશી ભાવના સાથે વિજ્ઞાન ચળવળની પહેલ છે.
  • 22 અને 23 જાન્યુઆરી, 2023ના રોજ ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (IISF), MANIT, ભોપાલ ખાતે , વિજ્ઞાન સાહિત્ય, વિજ્ઞાન સાહિત્ય મહોત્સવ(Vigyanika)નું આયોજન થવા જઈ રહ્યું છે.
  • IISF-2022 વર્ષ 2015 માં તેની શરૂઆતથી તેની આઠમી આવૃત્તિ છે. 1લી અને 2જી IISF નવી દિલ્હીમાં,ત્રીજી ચેન્નાઈમાં,ચોથી લખનૌમાં, 5મી કોલકાતામાં,6મી વર્ચ્યુઅલ મોડ દ્વારા અને છેલ્લી IISF ગોવામાં યોજાઈ હતી.

Leave a Comment

Share this post