કેરીની નવી જાત – “આણંદ રસરાજ”

કેરીની નવી જાત – “આણંદ રસરાજ”

  • આણંદ કૃષિ યુનિવર્સિટીએ “આણંદ રસરાજ ગુજરાત કેરી-1” નામની કેરીની નવી જાત વિકસાવી છે.છોટાઉદેપુર જીલ્લામાં જબુગામ ખાતે વૈજ્ઞાનિકોએ કરેલા વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાતમાં 22 વર્ષના લાંબા ગાળા બાદ કેરીની આ નવી જાત વિકસાવવામાં આવી છે. ગુજરાત મૅંગો 1 (આણંદ રસરાજ) કેરી મીઠી હોવાની સાથેસાથે સારું ઉત્પાદન પણ આપે છે.કૃષિ યુનિવર્સિટીના પરિયા કેન્દ્ર ખાતે 2,000 ની સાલમાં સોનપરી જાતની કેરી વિકસાવી હતી.
  • આણંદ રસરાજમાં જીવાત અને ફૂગ સામે પણ ટકી શકે છે. આ નવી જાતને યુનિવર્સિટીની તમામ સંશોધન સમિતિઓ તેમજ રાજ્યની બીજ સમિતિ દ્વારા મંજૂરી મળી ગયેલ હોઈ હાલમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતો તેમજ નર્સરી ઉત્પાદકોની માંગ તથા આગામી વર્ષોને અનુલક્ષીને કલમી છોડના ઉત્પાદન પર કામ કરી રહી છે. લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન, આ આંબાની નવી જાત એટલે ‘આણંદ રસરાજ’. તેને દર વર્ષે ફળ બેસે છે અને લગભગ 110 દિવસે પાકી જાય છે.તે સાતથી નવમા વર્ષે હેકટર દીઠ લગભગ 1 હજાર કિલો જેટલું ફળનું ઉત્પાદન આપે છે. જો તમે આઠ-10 દિવસ સુધી આ કેરીને ખુલ્લાંમાં સંગ્રહ કરો તો પણ તે બગડતી નથી.

Leave a Comment

Share this post