ગુજરાતમાં 13 સહિત સમગ્ર દેશમાં કુલ 18 નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ

ગુજરાતમાં 13 સહિત સમગ્ર દેશમાં કુલ 18 નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ

  • ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) ગુજરાતમાં 13 સહિત સમગ્ર દેશમાં કુલ 18 નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ શરુ કરશે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) લિમિટેડ દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાને તથા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ ચલાવવામાં આવે છે, જ્યાં રાજ્યના નાના-મોટા ગામો તથા આંતરિયાળ વિસ્તારના હાથશાળ-હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.
  • હાલમાં ગુજરાતમાં 13 તથા ગુજરાતની બહાર 7 સહિત કુલ 20 ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિય કાર્યરત છે તેમજ સાથે એક ઈ-સ્ટોર પણ કાર્યરત છે.

ધાર્મિક-પ્રવાસન સ્થળો પર ખુલશે નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ

  • ગુજરાતમાં કુલ 13 સ્થળોએ નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ ખોલવામાં આવશે, જેમાં સુરત, પાલનપુર, પાલિતાણા, જામનગર, વલસાડ, વાપી, દ્વારકા, ડાકોર, સોમનાથ, અંબાજી, નવસારી, મોરબી અને પાવાગઢનો સમાવેશ થાય છે. આ 13 સ્થળોમાં મોટાભાગના ધાર્મિક તથા પ્રવાસન સ્થળો છે.
  • ગુજરાત બાહર મહારાષ્ટ્રમાં મુંબઈ તથા પુણે ખાતે અને રાજસ્થાનમાં ઉદયપુર, નાથદ્વારા તેમજ જયપુર ખાતે નવા ગરવી ગુર્જરી એમ્પોરિયમ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

Share this post