આદિ મહોત્સવ 2023

આદિ મહોત્સવ 2023

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે મેગા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આદિવાસી સંસ્કૃતિ, હસ્તકળા, ભોજન, વેપાર અને પરંપરાગત કળાની ભાવનાની ઉજવણી કરતા આદિ મહોત્સવનું આયોજન એ આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ વિકાસ સંઘ લિમિટેડ (TRIFED) દ્વારા હાથ ધરવામાં આવતી વાર્ષિક પહેલ છે.
  • આ કાર્યક્રમના સ્થળ પરના 200થી વધુ સ્ટોલમાં દેશભરમાંથી આદિવાસીઓના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં 1000 જેટલા આદિવાસી કારીગરો ભાગ લઇ રહ્યાં છે.
  • વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે, આ મહોત્સવમાં હસ્તકળા, હાથ બનાવટની વસ્તુઓ, માટીકામ, ઝવેરાત વગેરે જેવા સામાન્ય આકર્ષણોની સાથે સાથે આદિવાસીઓ દ્વારા ઉગાડવામાં આવતા શ્રી અન્નને દર્શાવવા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

TRIFED : Tribal Co-operative Marketing Federation of India

  • ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ટ્રાઈબલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ટ્રાઈફેડ – TRIFED) આદિવાસી લોકો દ્વારા બનાવાયેલી વસ્તુઓ હસ્તકલા કારીગરી દ્વારા તૈયાર થયેલી વસ્તુઓનું માર્કેટીંગનું કાર્ય કરે છે.
  • સ્થાપના : વર્ષ 1987
  • ચેરમેન : શ્રી રામસિંહ રાઠવા,
  • વર્ષ 1999માં આદિજાતિ લોકો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ટ્રાઈફેડ ટ્રાઈબ્સ ઇન્ડિયા તરીકે ઓળખાતા ખાસ શો-રૂમની એક શ્રૃંખલા સ્થાપિત કરવામાં આવી હતી .

Leave a Comment

Share this post