અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા

  • અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા જેઓ ગની દહીંવાલાના નામે ગુજરાતી સાહિત્યરસિકોમાં જાણીતા છે. તેમનો જન્મ 17 ઑગસ્ટ, 1908ના રોજ થયો હતો. તેમણે 1928માં અમદાવાદમાં અને પછી 1930માં સુરત જઈ દરજી તરીકે કામ કર્યું. તેમનું મૃત્યુ 5 માર્ચ, 1987 ના રોજ થયું હતું.
  • ગની દહીંવાલા લખે છે કે,

                                  બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,

                                             નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…

  • તેમણે સુરતમાં સ્વરસંગમ નામના સંગીતમંડળની સ્થાપના કરી. ગઝલ તરફના પક્ષપાતે એમની પાસે 1942માં ‘મહાગુજરાત ગઝલ મંડળ’ની સ્થાપના કરાવેલી સૂરતથી પ્રગટ થતા ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં એમણે કાવ્યકટાક્ષિકાલેખન કરેલું. ‘ગાતાં ઝરણાં’ એમનો પ્રથમ કાવ્યગ્રંથ 1953માં પ્રગટ થયેલો.
  • ‘મહેક’ (1961), ‘મધુરપ’ (1971), ‘ગનીમત’ (1971) અને ‘નિરાંત’ (1981) કાવ્યગ્રંથો ‘ભિખારણનું ગીત’ અને ‘ચાલ મજાની આંબાવાડી’ જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે ગઝલમાં કાફિયા-રદીફની સાચવણી સાથે સફાઈદાર છંદોમાં અભિવ્યક્તિ કરનાર શાયર તરીકે એ જાણીતા થયેલા. જશને શહાદત (1957) એ 1857ના વિપ્લવ વિશે એમણે હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે.
  • પહેલો માળ 1559-60માં ભજવાયેલું, પરંતુ અગ્રંથસ્થ રહેલું એમનું ત્રિઅંકી નાટક છે.

Leave a Comment

Share this post