અયોધ્યા અને કાશી બાદ હવે બરેલીમાં પણ નાથ કોરિડોર

અયોધ્યા અને કાશી બાદ હવે બરેલીમાં પણ નાથ કોરિડોર

  • ઉત્તર પ્રદેશના બરેલીમાં પણ સાત પૌરાણિક નાથ શિવ મંદિરોને એક કોરિડોર અંતર્ગત જોડવાની પહેલ યોગી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. બરેલીમાં નાથ કોરિડોરનો વિકાસ વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામ અને અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની તર્જ પર કરવામાં આવશે. નાથ કોરિડોરની આસપાસ છ લેનનો રોડ વિકસાવવા અને સર્કિટની આસપાસના લોકોને પરિવહન સુવિધા પૂરી પાડવા માટે ઇલેક્ટ્રિક બસો અને ઈ-રિક્ષાઓ ગોઠવવામાં આવે એ અંગે CMએ નિર્દેશ આપ્યા હતા.
  • બરેલી શહેરના સાત પૌરાણિક નાથ મંદિરોને ભગવાન શિવને સમર્પિત અલખનાથ મંદિર, મધિનાથ, તપેશ્વરનાથ, ધોપેશ્વરનાથ, પશુપતિનાથ, વનખંડીનાથ મંદિર સાથે જોડીને એક કોરિડોર બનાવવામાં આવશે. રાજ્યમાં નાથ સંપ્રદાયને સમર્પિત આ પ્રથમ ધાર્મિક સ્થળ હશે. નાથ સંપ્રદાય શૈવ માર્ગને અનુસરતો એક સંપ્રદાય છે.

Leave a Comment

Share this post