AG 365  એગ્રીકોપ્ટર

તાજેતરમાં ડ્રોન નિર્માતા કંપની ‘મારુત ડ્રોન્સ’ દ્વારા ઉત્પાદિત ‘AG 365 એગ્રીકોપ્ટર‘ને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક(DGCA) તરફથી તેની વ્યાપક કૃષિ ચકાસણી બાદ ‘ટાઈપ સર્ટિફિકેટ (Type Certification) માટેની મંજૂરી અપાઈ છે.

AG 365 એગ્રીકોપ્ટર વિશે

  • AG 365 એગ્રીકોપ્ટરનું નિર્માણ મારુત ડ્રોન્સ દ્વારા કરાય છે.
  • એગ્રીકોપ્ટર સાથે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ કૃષિ સોલ્યુશન મેળવી શકાય છે. જેથી કૃષિને ખેડૂત માટે વધુ નફાકારક, પર્યાવરણ માટે વધુ ટકાઉ અને ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધુ ઉત્પાદન મેળવી શકાય.
  • AG 365 એગ્રીકોપ્ટરને ભારતીય કૃષિ પરિસ્થિતિઓ માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે જેથી ભારતના ખેડૂતો ઓછા રોકાણ પર વધુ વળતર મેળવવા માટે સક્ષમ બને. AG 365 એગ્રીકોપ્ટરનો ઉપયોગ દવાનો છંટકાવ, પાકની ભૂ-સ્થાનિક છબી જોવા, પાક નુકસાનનું આંકલન કરવા વગેરે હેતુ માટે કરી શકાય.
  • એગ્રીકોપ્ટરની મદદથી ખેડૂતોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરી એગ્રી-ઓટોમેશન અને એગ્રી-ઈન્ટેલીજન્સની વિવિધ તકનીક વિકસાવવા માટે મદદરૂપ થશે.

Leave a Comment

Share this post