અગ્નિબાણ સબઓર્બિટલ ટેક્નોલોજિકલ ડેમોન્સ્ટ્રેટર રોકેટ (SOrTeD)

અગ્નિબાણ સબઓર્બિટલ ટેક્નોલોજિકલ ડેમોન્સ્ટ્રેટર રોકેટ (SOrTeD)

  • ચેન્નાઈ ખાતે આવેલ એક ખાનગી સ્પેસ કંપની અગ્નિકુલ કોસ્મોસનું રોકેટ અગ્નિબાણ સબઓર્બિટલ ટેક્નોલોજિકલ ડેમોન્સ્ટ્રેટર (અગ્નિબાણ SOrTeD) આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતે પ્રક્ષેપણ માટે તૈયાર છે.
  • અગ્નિબાણનું લોન્ચિંગ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવશે. જો આ રોકેટ સફળતાપૂર્વક પૃથ્વીની લોઅર અર્થ ઓર્બિટમાં પહોંચી જશે તો અગ્નિકુલ ખાનગી રોકેટ મોકલનારી દેશની બીજી કંપની બની જશે. અગાઉ સ્કાયરૂટ એરોસ્પેસે તેનું રોકેટ મોકલ્યું હતું. ISRO આ લોન્ચ માટે અગ્નિકુલને મદદ કરી રહ્યું છે.
  • ISROએ શ્રીહરિકોટામાં એક નાનું લોન્ચ પેડ બનાવ્યું છે, જે અન્ય લોન્ચ પેડથી લગભગ 4 કિલોમીટર દૂર છે. આ લોન્ચ પેડ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. અહીંથી ખાનગી કંપનીઓના વર્ટિકલ ટેકઓફ કરતા રોકેટ્સનું લોન્ચિંગ કરી શકાય છે. કંપનીને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) મદ્રાસની મદદ મળી છે.
  • અગ્નિકુલ કોસ્મોસે અગાઉ ‘અગ્નિલેટ’ બનાવ્યું હતું. એ વિશ્વનું પ્રથમ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન છે, એટલે કે એમાં કોઈ ભાગ ભેગા કરવાની જરૂર હોતી નથી. અગ્નિબાણ રોકેટ સિંગલ સ્ટેજનું રોકેટ છે. જેના એન્જીનનું નામ અગ્નિલેટ એન્જીન છે. આ એન્જીન સંપૂર્ણપણે 3D પ્રિન્ટેડ છે. આ 6 કિલોન્યૂટનની પાવર જનરેટ કરનાર સેમી-ક્રાયોજેનિક એન્જીન છે.
  • આ રોકેટને પારંપરિક ગાઈડ રેલથી લોન્ચ નહિ કરાય. આ રોકેટ વર્ટિકલ લીફ્ટ ઓફ કરશે. પહેલા આ રોકેટ નિશ્ચિત રસ્તે આગળ વધશે. રસ્તામાં જ તે નિશ્ચિત મેન્યૂવર કરશે.

અગ્નિબાણ રોકેટ : વિશેષતા

  • તે વૈવિધ્યપૂર્ણ લોન્ચ વાહન છે, જે એક કે બે તબક્કામાં લોન્ચ કરી શકાય છે. રોકેટ 18 મીટર ઊંચું છે અને તેનું વજન 14,000 કિલો છે. તે પાંચ અલગ-અલગ રૂપરેખાંકનોમાં 700 કિમીની ઉંચાઈ પર 100 કિલોગ્રામ સુધીના પેલોડને વહન કરવામાં સક્ષમ છે. તે પ્લગ-એન્ડ-પ્લે એન્જિન કન્ફિગરેશન મેળવે છે.
  • રોકેટના પ્રથમ તબક્કામાં મિશનના આધારે સાત અગ્નિલેટ એન્જિન હોઈ શકે છે, જે લિક્વિડ ઓક્સિજન અને કેરોસીન દ્વારા સંચાલિત છે. રોકેટને 10 થી વધુ વિવિધ લોંચ પોર્ટ પરથી લોન્ચ કરવા માટે પણ તૈયાર કરવામાં આવ્યું છે.
  • બહુવિધ પ્રક્ષેપણ બંદરો સાથે તેની સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે, અગ્નિકુલે ‘ધનુષ’ નામનું લોન્ચ પેડેસ્ટલ બનાવ્યું છે, જે રોકેટની ગતિશીલતાને તેના તમામ રૂપરેખાંકનોમાં સપોર્ટ કરશે.

અગ્નિકુલ કોસ્મોસ

  • અગ્નિકુલ કોસ્મોસની સ્થાપના વર્ષ 2017માં ચેન્નાઈમાં કરવામાં આવી હતી. આ કંપનીની શરૂઆત ચેન્નઈમાં શ્રીનાથ રવિચંદ્રન, મોઈન SPM અને IIT મદ્રાસના પ્રોફેસર એસ. આર ચક્રવર્તીએ કરી હતી.
  • ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓએ તેમાં રોકાણ કર્યું છે. જેમાં સૌથી મોટું નામ આનંદ મહિન્દ્રાનું છે. આનંદ મહિન્દ્રાએ અગ્નિબાણ રોકેટ માટે 80.43 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

Leave a Comment

Share this post