‘પ્રોજેકટ વાણી’ માટે MOU પર સમજૂતી

આર્ટપાર્ક અને IISc બેંગલુરૂ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા સંચાલિત ‘પ્રોજેકટ વાણી’ લોન્ચ કરવા માટે ગૂગલ સાથે સમજૂતી કરવામાં આવી.

  • આર્ટપાર્ક ( Artificial Intelligence & Robotics Technology Park – Artpark) અને ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISc) – બેંગલુરુ દ્વારા તાજેતરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા સંચાલિત ‘પ્રોજેકટ વાણી’ લોન્ચ કરવા માટે ગૂગલ (Google) સાથે સમજૂતી કરવામાં આવી હતી.
  • આ પ્રોજેકટ વાણી વધુ વૈવિધ્યસભર પ્રદેશિક અને સ્થાનિક ભાષાઓનો સમાવેશ કરીને ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયાના પ્રયાસોને વિસ્તૃત કરશે.

પ્રોજેકટ વાણી સંબંધિત મહત્વની બાબતો

  • પ્રોજેકટ વાણીનો ઉદ્દેશ ભારતના દરેક જિલ્લામાંથી પ્રતિલિપિ લખાણ અને બોલાતી ભાષાના વ્યાપક ડેટાસેટ્સનું સંકલન કરવાનો છે.
  • આગામી સમયમાં, પ્રોજેકટ વાણી સંશોધન અને નવીનતાઓને આગળ વધારવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના ‘ભાશિની’ (Bhasini) જેવા અન્ય પ્લેટફોર્મ દ્વારા પણ ઍક્સેસ કરી શકાય છે.
  • પ્રોજેકટ વાણીમાં ભારતીય ભાષાઓ જેવી કે હિન્દી, બંગાળી, મરાઠી, તેલુગુ, ભોજપુરી, કન્નડ, મરાઠી, છત્તીસગઠી અને મૈથિલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

Leave a Comment

Share this post