શિક્ષણની ગુણવત્તા સુધારવા ગુજરાત સરકારના OECD સાથે કરાર

શિક્ષણની ગુણવત્તા સુધારવા ગુજરાત સરકારનાOECD સાથે કરાર

  • ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સરકારી શાળાઓમાં PISA આધારિત ટેસ્ટ લેવા માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થા ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECD સાથે ગાંધીનગરમાં એગ્રીમેન્ટ-કરાર કર્યા છે.
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને OECD પેરિસના ડાયરેક્ટર શ્રીયુત એન્ડ્રીઆસ સ્લાયશરની પ્રેરક ઉપસ્થિતીમાં આ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા.
  • આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થા ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECD સાથે એગ્રીમેન્ટ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે .
  • આ સંસ્થા OECD દ્વારા વિશ્વભરમાં PISA-પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટનું આયોજન કરવામાં આવે છે.
  • 15 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓના ક્રિટીકલ થિન્કીંગ, પ્રોબ્લેમ સોલ્વીંગ અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જેવી એબિલિટીઝના એસેસમેન્ટ માટે આ ટેસ્ટ યોજવામાં આવતી હોય છે.
  • આવનારા સમયમાં ગુજરાતની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને PISAમાં સહભાગીતા માટે સક્ષમ બનાવવા PISA બેઇઝ્ડ ટેસ્ટ ફોર સ્કૂલ્સ PBTS હવે આવી શાળાઓમાં લેવામાં આવશે.
  • PISA ટેસ્ટની મુખ્ય તૈયારીઓના ભાગરૂપે OECD દ્વારા આ પ્રકારની PBTSનું આયોજન કરવામાં આવે છે.

Leave a Comment

Share this post