AH-64 અપાચે હેલિકોપ્ટર

ટાટા બોઇંગ એરોસ્પેસ લિમિટેડ (TBAL) દ્વારા તાજેતરમાં ભારતીય સેના માટે ઓર્ડર કરેલ છ AH-64 અપાચે હેલિકોપ્ટર માટેના પ્રથમ ફ્યુઝલેજને (વિમાનનો મુખ્ય ભાગ) હૈદરાબાદ ખાતે પહોંચાડવામાં આવ્યો છે.

  • છ AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર માટેનો પ્રથમ ફ્યુઝલેજ એ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને વિમાન ઉત્પાદક કંપની બોઇંગ વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જેને હૈદરાબાદમાં TBAL ખાતે તૈયાર કરવામાં આવ્યો છે.
  • ભારતીય સેનામાં પ્રથમ AH-64 અપાચે હેલિકોપ્ટર ફેબ્રુઆરી 2024માં પહોંચાડવામાં આવશે, જેના માટે સેનાના પાઈલોટ અને ટેકનિશિયનોની તાલીમ અમેરિકામાં શરૂ કરવામાં આવી છે.
  • TBAL એ વૈશ્વિક સ્તરે અપાચે ફ્યુઝલેજ માટે એકમાત્ર સપ્લાયર છે અને બોઇંગ 737 અને 777 મોડલ્સ માટે જટિલ હવાઈ માળખાનું ઉત્પાદન કરે છે.
  • કેબિનેટ કમિટી દ્વારા અમેરિકાથી 39 AH-64 અપાચે હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. જેમાંથી 22 અપાચે હેલિકોપ્ટર ભારતીય નૌસેનામાં મોકલવામાં આવશે. જ્યારે બાકીના ભારતીય સેનામાં મોકલવામાં આવશે.
  • ભારતે ફેબ્રુઆરી 2020માં લગભગ $800 મિલિયનના ખર્ચે આર્મી માટે વધુ છ અપાચે માટે હસ્તાક્ષર કર્યા હતા.
  • COVID-19 મહામારીને કારણે અપાચેની ડિલિવરીમાં થોડો વિલંબ થયો છે.

AH-64 અપાચે હેલિકોપ્ટર વિશે

  • AH-64 અપાચે હેલિકોપ્ટર એક અમેરિકન ટ્વીન-ટર્બોશાફ્ટ એટેક હેલિકોપ્ટર છે.
  • જેને અમેરિકન કંપની બોઈંગ દ્વારા નિર્મિત કરવામાં આવે છે.
  • જેમાં ટેલવ્હીલ-પ્રકારની લેન્ડિંગ ગિયર વ્યવસ્થા અને બે ક્રૂ માટે ટેન્ડમ કોકપિટ છે.

વિશેષતાઓ

  • તે ટાર્ગેટ એક્વિઝિશન અને નાઇટ વિઝન સિસ્ટમ્સ માટે નોઝ-માઉન્ટેડ સેન્સર સ્યુટ ધરાવે છે.
  • તે સામાન્ય રીતે AGM-114 હેલફાયર મિસાઇલ અને હાઇડ્રા 70 રોકેટ પોડ્સનું મિશ્રણ ધરાવે છે.
  • AH-64 એ 11 ફૂટ લંબાઈ, 17.16 ફૂટ પહોળાઈ અને 16.24 ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેનું હથિયાર વગર વજન 5,352 કિલોગ્રામ છે જ્યારે તેનું હથિયાર સાથે 10,107 કિલોગ્રામ હોય છે.
  • તે જનરલ ઇલેક્ટ્રીક T700-GE-701C એન્જિન દ્વારા ઊર્જા મેળવે છે. તે 30 mm M230 ચેઇન ગનથી સજ્જ છે.
  • તે 261 કિલોમીટર/કલાકની ઝડપે ઊડી શકે છે. તેમજ, ઈંધણ વગર 1,900 કિલોમીટર ઊડી શકે છે. તે મહત્તમ 9,478 ફૂટની ઉંચાઈ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે.

Leave a Comment

Share this post