ભારતીય સેનાને માર્ચ સુધીમાં મળશે AK-203 અસોલ્ટ રાઇફલ્સ

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા ખાતે ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ (IRRPL) મેન્યુફેક્ચરિંગ યુનિટે AK-203 કલાશ્નિકોવ અસોલ્ટ રાઈફલ્સનું ઉત્પાદન શરૂ કર્યું છે.

  • ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ ભારતમાં AK-203 રાઈફલ્સને 100% સ્વદેશી ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.
  • સંયુક્ત સાહસની આ રશિયન કંપની ભારતમાં નોંધાયેલ છે, તેની સ્થાપના રોસોબોરોનેક્સપોર્ટ અને કલાશ્નિકોવ કન્સર્ન દ્વારા કરવામાં આવી છે. આ કંપનીએ કલાશ્નિકોવ એસોલ્ટ રાઇફલ્સનું ઉત્પાદન શરૂ કર્યું છે.
  • AK 203 રાઈફલ એ એકે શ્રેણીની સૌથી ઘાતક અને આધુનિક રાઈફલ છે.
  • AK 203 અસોલ્ટ રાઇફલ્સ હળવી અને તમામ હવામાન પરિસ્થિતિઓમાં અસરકારક છે.
  • આ ઇન્ડિયન સ્મોલ આર્મ્સ સિસ્ટમ (INSAS : Indian Small Arms System) 5.56×45 mm એસોલ્ટ રાઇફલનું સ્થાન લેશે , જેનો ઉપયોગ હાલમાં આર્મી, નેવી, એર ફોર્સ તથા અન્ય સુરક્ષા દળો દ્વારા કરવામાં આવે છે.
  • આ હથિયારથી એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ કરી શકાય છે. તેની રેન્જ 500 થી 800 મીટર છે.

Leave a Comment

Share this post