અમિતાવ મુખર્જી NMDCના વચગાળાના સીએમડી તરીકે નિયુક્ત

અમિતાવ મુખર્જી NMDCના  વચગાળાના સીએમડી તરીકે નિયુક્ત

  • ડિરેક્ટર (ફાઇનાન્સ) અમિતાવ મુખર્જીને 31 મે 2023 સુધીના 3 મહિનાના સમયગાળા માટે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.અમિતાવ મુખર્જી 31 મે 2023 સુધી સીએમડી તરીકે અથવા નિયમિત સીએમડી હોદ્દા પર ન જોડાય ત્યાં સુધી અથવા આગળના આદેશો સુધી, જે પણ વહેલું હોય ત્યાં સુધી ચાલુ રહેશે. NMDCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુમિત દેબને 28 ફેબ્રુઆરી 2023 ના રોજ નિવૃત્તિની વય પ્રાપ્ત કરવા પર કંપનીની સેવાઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (NMDC :National Mineral Development Corporation)

  • હૈદરાબાદ, તેલંગાણા ખાતે આવેલું રાષ્ટ્રીય કક્ષાનું ખનિજ વિકાસ નિગમ. કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું  ઉપક્રમ ; તે ભારત સરકારના સ્ટીલ મંત્રાલયની માલિકી હેઠળ છે. આ નિગમ ખનિજ-અન્વેષણ, પર્યાવરણ-સંચાલન-સેવા, ખનિજ-સંશોધન અને તેના વિકાસનું ભૂસ્તરીય માહિતી-આંકડા કેન્દ્ર તરીકેનું તેમજ ખનિજો અંગેની સલાહ આપવાનું કાર્ય કરે છે.
  • સ્થાપના  : 1958 ;  CMD: અમિતાવ મુખર્જી
  • તે ભારતનું સૌથી મોટું આયર્ન ઓર ઉત્પાદક અને નિકાસકાર છે, જે છત્તીસગઢ અને કર્ણાટકની ત્રણ યાંત્રિક ખાણોમાંથી 35 મિલિયન ટનથી વધુ આયર્ન ઓર(લોઢાની કાચી ધાતુ )નું ઉત્પાદન કરે છે.તે મધ્યપ્રદેશમાં પન્ના ખાતે દેશની એકમાત્ર યાંત્રિક હીરાની ખાણનું પણ સંચાલન કરે છે.

Leave a Comment

Share this post