રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે રેલવે મંત્રાલયની ‘અમૃત ભારત સ્ટેશન’ યોજના

રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે રેલવે મંત્રાલયની ‘અમૃત ભારત સ્ટેશન’ યોજના

 • કેન્દ્રીય રેલવે મંત્રાલયે તાજેતરમાં ‘અમૃત ભારત સ્ટેશન’ યોજના નામથી રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે એક નવી નીતિ તૈયાર કરી છે.
 • અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત લાંબાગાળાના અભિગમ સાથે સાતત્યપૂર્ણ ધોરણે સ્ટેશનોના વિકાસની કલ્પના કરવામાં આવી છે.
 • કેન્દ્રીય મંત્રાલય ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ 1000 નાના પરંતુ મહત્ત્વના સ્ટેશનોને આધુનિક બનાવવાની યોજના કરી રહ્યું છે.

‘અમૃત ભારત સ્ટેશન યોજના’ ના વ્યાપક ઉદ્દેશો

 • આ યોજનાનો ઉદ્દેશ રેલવે સ્ટેશનો માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાનો અને લઘુત્તમ આવશ્યક સુવિધાઓ (Minimum Essential Amenities – MEA) સહિતની સુવિધાઓને વધારવા માટે તબક્કાવાર માસ્ટર પ્લાનનો અમલ કરવાનો છે તેમજ લાંબાગાળે સ્ટેશન પર રૂફ પ્લાઝા તથા રેલવે સ્ટેશનોને સિટી સેન્ટર્સ તરીકે ઓળખવાનો હેતુ છે.
 • આ યોજના થકી ભંડોળની ઉપલબ્ધતા અને પરસ્પર પ્રાથમિકતાના આધારે શક્ય હોય ત્યાં સુધી હિતધારકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો ઉદ્દેશ પણ રહેશે.
 • તે એવા સ્ટેશનોને આવરી લેશે કે જેમણે વિગતવાર તકનીકી-આર્થિક સંભવિતતા અભ્યાસો કર્યા છે.
 • ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ માટે ઓછામાં ઓછા બે સ્ટોલની જોગવાઇ આ યોજના અંતર્ગત કરવામાં આવશે.
 • એક્ઝિક્યુટિવ લાઉન્જ અને નાના બિઝનેસ મીટિંગ માટે જગ્યાઓનું પણ નિર્માણ કરવામાં આવશે.
 • રેલવે સ્ટેશનના યુઝર્સને ફ્રી વાઇ-ફાઇની સુવિધા આપવામાં આવશે.
 • દિવ્યાંગજનોની જરૂરિયાતોને પૂરી કરવા માટે રેલવે સ્ટેશનો પર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 • આ રેલવે સ્ટેશનો ભવિષ્યમાં વિવિધ શહેરો વચ્ચે જોડાણનો સેતુ બનશે તેમજ શહેરના વિવિધ ભાગોને એકબીજા સાથે જોડશે. તેની સાથે સંકળાયેલા પુલો અને પરિવહનના તમામ સ્વરૂપોને સામેલ કરવાની પણ તેની યોજના છે.

2 thoughts on “રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે રેલવે મંત્રાલયની ‘અમૃત ભારત સ્ટેશન’ યોજના”

 1. Thank you very much web sankul team, gujrat na students ne aatlu knowledge apva mate khub j mehnat karo cho tme roj kaik navu lavta raho te mate thanks again

  Reply

Leave a Comment

Share this post