આનંદશંકર બાપુભાઈ ધ્રુવની જન્મજયંતી

આનંદશંકર બાપુભાઈ ધ્રુવની જન્મજયંતી

 • પૂરું નામ : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
 • જન્મ : 25-02-1869,અમદાવાદ
 • અવસાન : 07-04-1942
 • શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના વિષયોના સમર્થ તત્વચિંતક. ગુજરાતી વિદ્વાન, લેખક, શિક્ષણશાસ્ત્રી અને સંપાદક હતા.
 • ઉપનામ : “મુમુક્ષુ” અને “હિન્દ હિતચિંતક” ઉપનામ થી સાહિત્ય નું સર્જન કર્યું હતું (મધુદર્શી સમન્વયકાર, સમર્થ ધર્મચિંતક)
 • ગાંધીજીના સૂચનથી વર્ષ 1919માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આચાર્ય તરીકે ગયા. વર્ષ 1920માં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ (pro-vice-chancellor) થયા અને અને વર્ષ 1936માં નિવૃત્ત થઈને અમદાવાદ આવી ગયા. 1902માં ‘વસન્ત’ નામનું સ્વતંત્ર માસિક શરૂ કર્યું.
 • વર્ષ 1919માં અમદાવાદમાં મિલમાલિકો અને કામદારોના વેતન અંગેના ઝઘડા વખતે ગાંધીજીએ ઉપવાસ કરેલા તે પ્રસંગે લવાદ તરીકે સંતોષકારક કામગીરી બજાવેલી.વર્ષ 1928માં તે નવમી ગુજરાતી સાહિત્ય પરિષદના અને ઇન્ડિયન ફિલૉસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયેલા. 1930માં આંતર યુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ નિયુક્ત થયેલા. 1936માં સર્વધર્મ પરિષદના પ્રમુખ.
 • મૃત્યુ પર્યંત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)ના પ્રમુખ રહ્યા. બ્રહ્મસત્ય અને જગતમિથ્યા એમનું સૂત્ર હતું. તેમણે કવિતા ને “અમ્રુતસ્વરૂપઆત્માની કલા” તથા “વાગ્દેવીરૂપ” કહી છે. રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધુવને “ઉતમ વ્યવહારજ્ઞ“નું બિરુદ આપ્યું હતું.

મહત્વના ગ્રંથો

 • વિવેચન ગ્રંથ :
  ✅ કાવ્યતત્વવિચાર(1947)    ✅ દિગ્દર્શન(1942)
  ✅ સાહિત્યવિચાર(1966)       ✅ વિચારમાધુરી(1946)
 • ધર્મ ચિંતનના પુસ્તકો :
  ✅ આપણો ધર્મ(1916)         ✅ ધર્મ વર્ણન
  ✅ હિન્દુ વેદધર્મ(1919)         ✅ નીતિ શિક્ષણ
  ✅ હિન્દુ ધર્મની બાળપોથી(1918)
 • સંસ્કૃત ભાષામાં :
  ✅ ન્યાય પ્રવેશક(1930)
 • સંપાદન :
  ✅ સુદર્શન ગધાવલિ(1909)
  (મણિલાલ ન. દ્વિવેદીના લેખોનું સંપાદન)
  ✅ શ્રીભાષ્ય (1913) (2 ભાઞમાં)
  (રામાનુજાચાર્ય કૃત પુસ્તકનો ગુજરાતી અનુવાદ અને સંપાદન)

Leave a Comment

Share this post