13 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક

રાષ્ટ્રપતિ  દ્રૌપદી મૂર્મુએ 13 રાજ્યોના રાજ્યપાલ બદલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપીને નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે.
 • રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.
 • મહારાષ્ટ્રમાં કોશિયારીના સ્થાને રમેશ બૈસનને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
 • અરુણાચલ પ્રદેશ : (નિવૃત્ત) લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઇમને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. અગાઉ બીડી મિશ્રા અહીંના રાજ્યપાલ હતા.
 • સિક્કિમ : લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ ગંગા પ્રસાદ ચૌરસિયાનું સ્થાન લેશે.
 • ઝારખંડ : સી.પી. રાધાકૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રમેશ બૈસનું સ્થાન લેશે, જેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા છે.
 • હિમાચલ પ્રદેશ : શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરનું સ્થાન લેશે.
 • આસામ : ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી જગદીશ મુખી અહીં રાજ્યપાલ તરીકે તૈનાત હતા.
 • આંધ્ર પ્રદેશ : પૂર્વ જસ્ટિસ એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે બિસ્વ ભૂષણ હરિચંદનનું સ્થાન લેશે.
 • છત્તીસગઢ : છત્તીસગઢના રાજ્યપાલ અનુસુયા ઉઇકેની જગ્યાએ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બિસ્વા ભૂષણને નિયુક્ત કરવામાં આવ્યા છે.
 • મણિપુર : હાલમાં છત્તીસગઢના રાજ્યપાલ તરીકે તૈનાત અનુસુયા ઉઇકેને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે મણિપુરમાં તૈનાત લા ગણેશનનું સ્થાન લેશે.
 • નાગાલેન્ડ : મણિપુરના ગવર્નર લા ગણેશનને નાગાલેન્ડના ગવર્નર તરીકે મોકલવામાં આવ્યા છે.
 • મેઘાલય : ફાગુ ચૌહાણને મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી તેઓ બિહારના રાજ્યપાલ હતા.
 • રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને બિહારના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
 • મહારાષ્ટ્ર : ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે.
 • લદ્દાખ : કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને બીડી મિશ્રાના રૂપમાં નવા લેફ્ટનન્ટ ગવર્નર મળ્યા છે. જે લદ્દાખમાં માથુરનું સ્થાન લેશે.

સરકારે બદલેલા 13 નવા રાજ્યપાલના નામઃ

 • રમેશ બૈસ (મહારાષ્ટ્ર)
 • લેફ્ટેનન્ટ જનરલ (નિવૃત્ત) કૈવલ્ય ત્રિવિક્રમ (અરૂણાચલ પ્રદેશ)
 • લક્ષ્મણ પ્રસાદ આચાર્ય (સિક્કીમ)
 • સી.પી. રાધાકૃષ્ણન (ઝારખંડ)
 • શિવપ્રતાપ શુક્લા (હિમાચલ પ્રદેશ)
 • ગુલાબચંદ કટારિયા (આસમ)
 • નિવૃત્ત ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીર (આંધ્ર પ્રદેશ)
 • બિશ્વા ભૂષણ હરિચંદન (છત્તીસગઢ)
 • અનુસૂઈયા ઉઈકે (મણિપૂર)
 • એલ. ગણેશન (નાગાલેન્ડ)
 • ફાગૂ ચૌહાણ (મેઘાલય)
 • રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર (બિહાર)
 • બ્રિગેડિયર (નિવૃત્ત) બી.ડી. મિશ્રા (ઉપ-રાજ્યપાલ લદાખ)

Leave a Comment

Share this post