UPમાં દેશના પ્રથમ ‘જટાયુ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર’ને  મંજૂરી

UPમાં દેશના પ્રથમ ‘જટાયુ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર’ને  મંજૂરી

  • ઉત્તરપ્રદેશે અત્યંત જોખમ કેટેગરીમાં મુકાયેલ એશિયન રાજા ગીધ માટે અત્યાધુનિક જટાયુ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર (JCBC) ની સ્થાપના કરી છે, જે વિશ્વમાં આ પ્રકારનું પ્રથમ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર છે. તે ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લામાં આવેલું છે અને 1.5 હેક્ટરમાં ફેલાયેલું છે. તે 15-વર્ષનો પ્રોજેક્ટ છે, જેનો હેતુ ઓછામાં ઓછા 40 ગીધ ઉછેરવાનો છે.
  • લાલ માથાનું ગીધ (સરકોજીપ્સ કેલ્વસ), જેને એશિયન કિંગ ગીધ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મુખ્યત્વે ઉત્તર ભારતમાં જોવા મળે છે.  2007માં તેને IUCN રેડ લિસ્ટમાં ‘ક્રિટિકલી ડેન્જેર્ડ’ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.

ગીધનું મહત્‍વ

  • ગીધ એ પ્રકૃતિના સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ પશુ કે પક્ષીનો શિકાર કરતું નથી. માત્ર ને માત્ર મરેલા પશુ/જાનવરોને પોતાનો ખોરાક બનાવે છે.મરેલા પશુઓ/જાનવરો/ મૃતદેહો કોહવાઈ જાય ત્‍યારે તેમાં અસંખ્‍ય જીવાણું અને વિષાણુંઓ પેદા થાય છે જે માનવ જીવન માટે ખૂબજ હાનિકારક અને જોખમી છે તથા નવા નવા રોગોનું સર્જન કરે છે. આમ ગીધ એ પ્રકૃતિએ રચેલા પરિસરતંત્રનો ખૂબજ અગત્‍યનો ભાગ છે અને માનવ જીવન માટે આર્શીવાદ રૂપ છે.

Leave a Comment

TOPICS : ,

Share this post