તીરંદાજી : અદિતિ સ્વામી અને ઓજસ બન્યા વર્લ્ડ ચેમ્પિયન

તીરંદાજી : અદિતિ સ્વામી અને ઓજસ બન્યા વર્લ્ડ ચેમ્પિયન

  • અદિતિ સ્વામીએ બર્લિનમાં વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપની ફાઇનલમાં વ્યક્તિગત વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો હતો.  તે 17 વર્ષની વયે સૌથી નાની વયની વર્લ્ડ ચૅમ્પિયન બની છે.
  • અદિતિએ કમ્પાઉન્ડ મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં અસાધારણ પ્રતિભા દર્શાવી અને ફાઇનલમાં મેક્સિકોની એન્ડ્રીયા બેસેરાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અદિતિએ સેમિફાઇનલમાં જ્યોતિને ચોંકાવી દીધી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
  • વર્લ્ડ ચેમ્પિયનશીપમાં અદિતિનો આ બીજો ગોલ્ડ મેડલ છે. અદિતિએ પરનીત કૌર અને જ્યોતિ સુરેખા વેન્નમની સાથે મળીને કમ્પાઉન્ડ મહિલા ટીમની ફાઇનલમાં જીતીને ભારતનો પ્રથમ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશીપનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • પુરુષોની કમ્પાઉન્ડ સ્પર્ધામાં ભારતના ઓજસ દેવતલે પણ 150માંથી 150 પૉઇન્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો.

Leave a Comment

Share this post