ગુજરાતનાં વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું નિધન

વિશ્વભરમાં અનેક એવોર્ડ જીતીને ભારત અને ગુજરાતનું નામ રોશન કરનાર વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું નિધન થયું છે.

બાલકૃષ્ણ દોશી

 • બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીનો જન્મ વર્ષ 1927માં પૂણે ખાતે થયો હતો.
 • તેઓનો પરિવાર ફર્નિચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.
 • તેઓએ જે.જે.સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. તે અગાઉ ચાર વર્ષ સુધી પેરિસમાં લા કર્બુઝિયર સાથે વરિષ્ઠ ડિઝાઇનર (1951-55) તરીકે કામ કરતાં હતા.
 • તેઓને સ્થાપત્ય ક્ષેત્રનો પુલિત્ઝર કહેવાતો વર્ષ 2018નો ‘પ્રિત્ઝર પ્રાઇઝ એવોર્ડ’ પણ આપવામાં આવ્યો છે. આ આર્કિટેક્ચર પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય છે.
 • તેઓ એવા દુર્લભ લોકો પૈકી એક છે જેમને તેમના જીવનકાળમાં રોયલ ગોલ્ડ મેડલ અને પ્રિત્ઝર આર્કિટેક્ચર પુરસ્કાર બંનેથી નવાજવામાં આવ્યા છે.
 • આ ઉપરાંત તેઓએ લુઈ કાહન સાથે સહયોગી તરીકે ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના ભવનનું કામ કર્યું હતું.
  વર્ષ 2020માં તેમને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મભૂષણ’ થી નવાજવામાં આવ્યા હતા.
 • તેઓને પેરિસ ખાતેના ઇન્સ્ટિટ્યૂટ ફ્રાન્કેસ ડી’ આર્કિટેક્ચર દ્વારા ગ્લોબલ એવોર્ડ ફોર લાઇફટાઇમ અચીવમેન્ટ ફોર સસ્ટેનેબલ આર્કિટેક્ચર એનાયત કરવામાં આવ્યો હતો.
 • ઉપરાંત તેમને વર્ષ 2021માં બોસ્ટન આર્કિટેક્ચરલ કોલેજ, યુએસએ તથા અન્ય પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ દ્વારા ત્રણ માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી
 • બાલકૃષ્ણ દોશીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ (RIBA) દ્વારા યુનાઈટેડ કિંગડમનો સૌથી પ્રતિષ્ઠિત રોયલ ગોલ્ડ મેડલ 2022 એનાયત કરવામાં આવ્યો હતો

બાલકૃષ્ણ દોશીના કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ

 • શ્રેયસ કમ્પ્રેહેન્સિવ સ્કૂલ કેમ્પસ, અમદાવાદ
 • અટિરા ગેસ્ટ હાઉસ લો કોસ્ટ હાઉસિંગ
 • ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંડોલોજી-દુર્લભ દસ્તાવેજો રાખવા માટેનું બિલ્ડીંગ
 • અમદાવાદ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર (2002માં તેનું નામ ‘CEPT યુનિવર્સિટી’ કરવામાં આવ્યું હતું.)
 • ટાગોર હોલ & મેમોરિયલ થિયેટર
 • પ્રેમાભાઈ હૉલ થિયેટર એન્ડ ઓડિટોરિયમ
 • ધ ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગલુરુ
 • કનોરીયા સેન્ટર ફોર આર્ટ્સ
 • અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ, ઈન્દોર

Leave a Comment

Share this post