મણિપુરમાં કલમ 355 લદાઈ : કાયદો-વ્યવસ્થા સંભાળી લેતું કેન્દ્ર

મણિપુરમાં કલમ 355 લદાઈ : કાયદો-વ્યવસ્થા સંભાળી લેતું કેન્દ્ર

  • મણિપુરમાં આદિવાસીઓ તથા બિનઆદિવાસીઓ તરફથી ‘શેડયુલ-કાસ્ટ’ના દરજજા મુદે સર્જાયેલી હિંસક અથડામણમાં રાજયના તમામ 8 જીલ્લાઓમાં આગજની-તોફાન અને બે સમુદાય વચ્ચે અથડામણના સતત ચાલી રહેલી ઘટનામાં અંતે કેન્દ્ર સરકારે બંધારણની કલમ 355નો ઉપયોગ કરીને મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાનો હવાલો રાજય સરકાર પાસેથી આંચકી કેન્દ્ર સરકાર હસ્તક મુદી દીધો છે.
  • મોદી સરકારના આગમન બાદ પ્રથમ વખત કોઈ રાજયમાં બંધારણની કલમ 355નો ઉપયોગ થયો છે. રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના આદેશથી હવે મણિપુરમાં આડકતરી રીતે કેન્દ્રનું શાસન આવી ગયુ છે. 355 અનુસાર બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે દરેક રાજ્યનું રક્ષણ કરવાની અને દરેક રાજ્યનો વહીવટ આ સંવિધાનની જોગવાઈઓ અનુસાર ચાલે તે જોવાની સંઘની ફરજ રહેશે.

મણિપુરની ડેમોગ્રાફિક સ્થિતિ

  • મણિપુરનો વિસ્તાર લગભગ 90 ટકા પહાડી અને 10 ટકા ઘાટીનો વિસ્તાર છે. મુખ્ય રીતે મણિપુરમાં 3 સમુદાય છે. મૈતેઈ, નાગા અને કુકી. કુકી અને નાગા આદિવાસી સમુદાય છે જ્યારે મૈતેઈ આદિવાસી નથી. મૈતેઈ સમુદાય લગભગ 53 ટકા છે. જ્યારે નાગા અને કુકી મળીને 40 ટકા છે. આ ત્રણેય સિવાય અહીં મુસ્લિમ વસ્તી અને બિન આદિવાસી સમુદાય મયાંગ પણ અહી રહે છે. આ લોકો દેશના અલગ અલગ ખૂણેથી મણિપુરમાં આવીને વસ્યા છે.

હિંસાનું કારણ

  • અત્યારે તો આ સંગ્રામ મૈતેઈ સમુદાય (Meitei Community)ના લોકોને ST તરીકેનો જે દરજ્જો (ST Status) આપવાને લગતા પ્રસ્તાવ સાથે જોડાયેલ છે. બિન આદિવાસી સમુદાય હોવાના કારણે 53 ટકા મૈતેઈ સમુદાય રાજ્યના 10 ટકા ઘાટીના વિસ્તારમાં સીમિત છે. જ્યારે 90 ટકા એરિયા જે પહાડી છે તેમાં રાજ્યના 40 ટકા નાગા અને કુકી સમુદાય રહે છે. એટલું જ નહીં નાગા અને કુકી ઈચ્છે તો ઘાટીમાં જઈને વસી શકે છે પરંતુ બિન આદિવાસી હોવાના કારણે મૈતેઈ પહાડો પર જઈને રહી શકે નહીં. નાગા અને કુકી આદિવાસી છે અને આથી તેમના માટે કેટલીક અલગ જોગવાઈઓ છે. આ જ કારણ છે કે નાગા અને કુકી, મૈતઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગણીનો વિરોધ કરી રહ્યા છે.
  • હાલમાં જ મણિપુર હાઈકોર્ટે કહ્યું કે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગણી પર રાજ્ય સરકારે વિચારવું જોઈએ. મૈતેઈ સમુદાયનું માનવું છે કે આ ફક્ત શિક્ષણ કે નોકરીમાં અનામતનો મુદ્દો નથી. આ ઓળખ અને સંસ્કૃતિનો મુદ્દો છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ જ્યારે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગણી પર વિચાર કરવાની ચર્ચા જોર પકડવા લાગી તો તેના વિરોધમાં આદિવાસી એક્તા માર્ચ કાઢવામાં આવી. જેમાં હિંસા ભડકી ઉઠી.

અનુચ્છેદ 355

  • કલમ 355 એ ભારતના બંધારણના ભાગ XVIII માં સમાવિષ્ટ કલમ 352 થી 360ની કટોકટીની જોગવાઈઓનો એક ભાગ છે. તે કેન્દ્ર સરકારને આંતરિક વિક્ષેપ અને બાહ્ય આક્રમણ સામે રાજ્યને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવાની સત્તા આપે છે

Leave a Comment

TOPICS : , , ,

Share this post