કલાકાર સન્માન(ગૌરવ પુરસ્કાર)

કલાકાર સન્માન(ગૌરવ પુરસ્કાર)

  • વિવિધ કલા ક્ષેત્રના 31 રત્નોને પ્રમાણપત્ર આપી લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016-17 થી વર્ષ 2019-20 સુધીના ગૌરવ પુરસ્કાર એનાયત કરવા માટે રાજ્યના 31 કલાકારની પસંદગી કરી તેમના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે,
  • ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા લલિતકલાના ક્ષેત્રમાં જે કલાકારોએ ચિત્રકલા, શિલ્પકલા, તેમજ છબીકલાના ક્ષેત્રોમાં આજીવન યોગદાન આપેલ હોય, ઉચ્ચતમ સિધ્ધિઓ મેળવેલ હોય તેવા કુલ 9 કલાકારોનું દર વર્ષે ગૌરવ પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે. આ પુરસ્કાર વર્ષ 1964-65 થી આપવામાં આવે છે.
  • ચિત્રકલામાં ૩, શિલ્પકલામાં ૩ અને છબીકલામાં ૩ કલાકારોને ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. પુરસ્કારના પ્રતિક રૂપે પ્રત્યેક કલાકારને રોકડ રાશિ રૂ.51000, તામ્રપત્ર, પ્રશસ્તિપત્ર, તથા શાલ એનાયત કરી સન્માન કરવામાં આવે છે.

Leave a Comment

Share this post