ભારતીય મૂળના અરુણા મિલર મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા

  • અરુણા મિલર અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લેનાર પ્રથમ ભારતીય-અમેરિકન રાજકારણી બન્યા છે.
  • તેણી મેરીલેન્ડ હાઉસની ભૂતપૂર્વ પ્રતિનિધિ છે અને મેરીલેન્ડ રાજ્યની 10મી લેફ્ટનન્ટ ગવર્નર બની છે.
  • અરુણાને ડેમોક્રેટ પાર્ટીએ લેફ્ટનન્ટ ગવર્નર પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
  • અરુણા મિલર મેરીલેન્ડ હાઉસ ઓફ ડેલિગેટ્સના સભ્ય પણ રહી ચૂક્યા છે.
  • અરુણા મિલરનો જન્મ 6 નવેમ્બર 1964એ આંધ્ર પ્રદેશમાં થયો હતો.
  • જ્યારે તેઓ લગભગ 7 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા અમેરિકા આવી ગયા હતા. શરૂઆતી દિવસોમાં તેઓ ન્યૂયોર્કમાં રહ્યા હતા.
  • તેમના પિતા આઈબીએમમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કાર્યરત હતા. તેમનુ શરૂઆતનુ ભણતર ન્યૂયોર્કમાં થયુ. અરુણા મિલરે સિવિલ એન્જિનિયરીંગમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે. તેઓ કેલિફોર્નિયામાં ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયર તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ વર્ષ 1990માં ન્યૂયોર્કમાં મેરીલેન્ડ આવ્યા હતા.
  • અરુણા મિલર વર્ષ 2000માં અમેરિકી નાગરિક બની ગયા હતા. જે બાદ તેમનુ રુઝાન રાજકારણ તરફ થયુ. હવે તેઓ મેરીલેન્ડના ગવર્નર તરીકે પસંદ થયા છે.

Leave a Comment

Share this post