700+ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર અશ્વિન ત્રીજો ભારતીય બન્યો

700+ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર અશ્વિન ત્રીજો ભારતીય બન્યો

  • ભારત-વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. તેના નામે 702 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અશ્વિન 16માં નંબરે પહોંચી ગયો છે.
  • અશ્વિને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 700 વિકેટ પૂરી કરીને 700+ વિકેટ લેનારો તે માત્ર ત્રીજો ભારતીય બોલર બન્યો. તેના પહેલા માત્ર અનિલ કુંબલે (956 વિકેટ) અને હરભજન સિંહ (711 વિકેટ)નો રેકોર્ડ હતો. શિવનારાયણ ચંદ્રપોલ અને તેગનારાયણ ચંદ્રપોલ વેસ્ટ ઈન્ડિઝ માટે રમનાર પિતા-પુત્રની જોડી છે. અશ્વિન ટેસ્ટ ફોર્મેટમાં પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે.

ડેબ્યૂ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદી

  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારનાર ત્રીજો ભારતીય ઓપનર બની ગયો છે. શિખર ધવન ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર પહેલો ભારતીય ઓપનર છે. આ ખેલાડીએ વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પૃથ્વી શૉ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર બીજો ઓપનર છે. આ ખેલાડીએ વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું.  આ ઉપરાંત બંને ભારતીય ઓપનરો દ્વારા ટેસ્ટમાં વિદેશી ધરતી પર સદી ફટાકરી હોય તેવું છઠ્ઠી વખત બન્યુ છે.

Leave a Comment

Share this post