એશિયન હાથીના નિષ્ણાત રમણ સુકુમાર IPCCના ઉપાધ્યક્ષ

એશિયન હાથીના નિષ્ણાત રમણ સુકુમાર IPCCના ઉપાધ્યક્ષ

  • હાલમાં નૈરોબીમાં યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી ચૂંટણી દરમિયાન એશિયન હાથીના નિષ્ણાત રમણ સુકુમારને ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
  • સુકુમાર વર્કિંગ ગ્રુપ II ના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. હવે તે નવા IPCC બ્યુરોનો ભાગ છે, જેમાં નવા IPCC અધ્યક્ષ અને ત્રણ ઉપાધ્યક્ષો સહિત 34 સભ્યોનો સમાવેશ થાય છે.
  • 3 એપ્રિલ, 1955ના રોજ મદ્રાસ (હવે ચેન્નાઈ)માં જન્મેલા સુકુમાર એશિયન હાથીઓની વર્તણૂક અને કેવી રીતે તેમની હાજરીથી માનવ અને કુદરતી વાતાવરણ બંનેને અસર થઈ છે તેના કામ માટે જાણીતા છે. તેઓ પ્રોજેક્ટ એલિફન્ટ સ્ટીયરિંગ કમિટીના સભ્ય બન્યા, જેણે 1993માં ભારત સરકારને હાથી સંરક્ષણની બાબતો પર તકનીકી સહાય અને સલાહ પ્રદાન કરી હતી.
  • સુકુમારે 1997 થી 2004 દરમિયાન વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયનના એશિયન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપની અધ્યક્ષતા કરી હતી. સુકુમારને 1989માં શિકાગો ઝૂઓલોજિકલ સોસાયટીનો પ્રેસિડેન્શિયલ એવોર્ડ, 1997મા ઓર્ડર ઓફ ધ ગોલ્ડન આર્ક, 2003મા વ્હાઈટલી ગોલ્ડ એવોર્ડ અને 2006મા ઈન્ટરનેશનલ કોસ્મોસ પ્રાઈઝથી નવાજવામાં આવ્યા છે.
  • તેમના નોંધપાત્ર પ્રકાશનોમા એલિફન્ટ ડેઝ એન્ડ નાઇટ્સ: ટેન ઇયર્સ વિથ ધ ઇન્ડિયન એલિફન્ટ (1994), ધ લિવિંગ એલિફન્ટ્સ: ઇવોલ્યુશનરી ઇકોલોજી, બિહેવિયર એન્ડ કન્ઝર્વેશન (2003) અને ધ સ્ટોરી ઓફ એશિયાઝ એલિફન્ટ્સ (2011)નો સમાવેશ થાય છે.

ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)

  • આબોહવા પરિવર્તન પર આંતર સરકારી પેનલ (IPCC) એ સંયુક્ત રાષ્ટ્રની આંતરસરકારી સંસ્થા છે. તેનું કામ માનવીય પ્રવૃત્તિઓને કારણે થતા આબોહવા પરિવર્તન વિશે વૈજ્ઞાનિક જ્ઞાનને આગળ વધારવાનું છે.
  • વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) એ 1988મા IPCC ની સ્થાપના કરી હતી. IPCC નો ઉદ્દેશ્ય તમામ સ્તરે સરકારને વૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરવાનો છે, જેનો ઉપયોગ તેઓ આબોહવા નીતિઓ વિકસાવવા માટે કરી શકે. IPCC એ સરકારોનું સંગઠન છે, જે સંયુક્ત રાષ્ટ્ર અથવા WMOના સભ્યો છે. IPCCમાં હાલમાં 195 સભ્યો છે.
  • મુખ્યમથક : જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ

Leave a Comment

Share this post