આસામના સુપ્રસિધ્ધ બિહુ નૃત્યએ ગીનીસ બુક ઓફ વર્લ્ડ  રેકોર્ડમાં સ્થાન

આસામના સુપ્રસિધ્ધ બિહુ નૃત્યએ ગીનીસ બુક ઓફ વર્લ્ડ  રેકોર્ડમાં સ્થાન

  • આસામના નવા વર્ષ રોંગાલી પર્વ નિમિત્તે સ્થાનિક નૃત્ય બિહુ અને પારંપારિક સંગીતને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ગુવાહાટી સ્થિત સરસજઈ સ્ટેડિયમમાં બિહુ ડાન્સર્સ અને ડ્રમર્સે મોટી સંખ્યામાં પર્ફોર્મ કરીને બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. પહેલો રેકોર્ડ એક જ સ્થળે સૌથી મોટા એથિનિક ડાન્સ પરફોર્મન્સનો અને બીજો રેકોર્ડ એક જ સ્થાન પર સૌથી મોટા ટ્રેડિશનલ મ્યુઝિક પરફોર્મન્સ પર નોંધાયો હતો.

બોહાગ બિહુ અથવા રોંગાલી બિહુ

  • બોહાગ બિહુ અથવા રોંગાલી બિહુ, આસામના સૌથી મોટા તહેવારોમાંનો એક છે, જે દર વર્ષે એપ્રિલના બીજા સપ્તાહમાં ઉજવવામાં આવે છે, જે લણણીના સમયગાળાની શરૂઆત દર્શાવે છે. લણણીના ઉત્સવની સાથે જ આજે આસામીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ‘બિહુ’ શબ્દ સંસ્કૃતના ‘બિશુ’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે લણણીની ઋતુમાં ઈશ્વર પાસેથી સમૃદ્ધિની કામના કરવી.
  • બિહુના ત્રણ મુખ્ય પ્રકારોમાં રોંગાલી બિહુ (બોહાગ બિહુ), કોંગાલી બિહુ (કટી બિહુ) અને ભોગાલી બિહુ (માઘ બિહુ)નો સમાવેશ થાય છે. આસામી પુરુષો અને સ્ત્રીઓ પરંપરાગત પોશાક પહેરી બિહુ કરે છે. બીજા ઉત્સવો કરતાં અલગ, બિહુ વર્ષમાં ત્રણ વાર મનાવાય છે. જાન્યુઆરીમાં ભોગાલી અથવા માઘ બિહુ, એપ્રિલમાં રોંગાલી અથવા બોહાગ બિહુ અને ઑક્ટોબરમાં કોંગાલી અથવા કટી બિહુ મનાવાય છે.

Leave a Comment

TOPICS : , , ,

Share this post